મુર્શિદાબાદ, તા.૪ : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસના વીડિયો પર સવાલ ઊઠાવતા ભાજપ સામે આકરા પ્રહારો કરતાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું.તેમણે દાવો કર્યો કે, વડાપ્રધાન મોદીના નવા પ્લેનમાં સ્વિમિંગ પૂલ છે, જેમાં નહાતા તેઓ વિદેશ જાય છે.ભાષણ આપીને પાછા આવે છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ રૂ. ૧૩,૦૦૦ કરોડના બે વિમાન ખરીદ્યા છે.તેમણે દાવો કર્યો કે ભાજપ રાહુલ ગાંધીથી ડરે છે, તેથી તેમને સતત નિશાન બનાવે છે.રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસનો બચાવ કરતાં અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધી નેપાળમાં તેમની મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા હતા.રાહુલ ગાંધીના કોઈપણ સવાલનો જવાબ ભાજપ પાસે નથી અને વડાપ્રધાને રાહુલ ગાંધીના કોઈપણ સવાલનો જવાબ આજ સુધી આપ્યો નથી.

