નવી દિલ્હી : તા.૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગ કોરોના કાળ પછી પોેતાના ઉચ્ચ સ્તરે છે.જો કે આ દરમિયાન આવશ્યક વસ્તુઓના ભાવ વધવા અને બેકારીને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.નરેન્દ્ર મોદીના નેતૃત્તવવાળી કેન્દ્ર સરકારના કાર્યો અંગે કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે.સર્વમાં ભાગ લેનારા ૬૭ ટકા લોકોએ સ્વીકાર કર્યો છે કે મોદી ના નેતૃત્ત્વવાળી સરકારે બીજા કાર્યકાળમાં અપેક્ષા મુજબ અથવા તો તેનાથી પણ વધારે સારી કામગીરી કરી છે.આ સર્વેમાં કુલ ૬૪૦૦૦ લોકોએ ભાગ લીધો હતોે.ગયા વર્ષે કોરોનાની બીજી લહેર પછી કેન્દ્ર સરકારના કામકાજથી સંતુષ્ટ લોકોની સંખ્યા ૫૧ ટકા હતી.આમ કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગમાં મોટો વધારો થયો છે.હાલના સર્વેમાં સામેલ બે તૃતિયાંશ લોકોએ કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં મોત થયા હતાં તથા હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બેડની અછત જોવા મળી હતી.કોરોનાના શરૃઆતના તબક્કામાં પણ કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગ ૬૨ ટકા હતું.આમ કોરોના કાળની શરૃઆતથી અત્યાર સુધી મોૌદી સરકારની એપ્રૂવલ રેટિંગ સૌથી વધારે છે.આ સર્વેમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે કરાયેલા ઉપાયોની પ્રશંસા કરવામાં આવી છે.

