નવી દિલ્હી તા. ૩ મે 2022,મંગળવાર : વડાપ્રધાન નરેન્દ્રમોદીની ફ્રાંસની મુલાકાતના એક જ દિવસ અગાઉ ભારતને ફ્રાંસની સરકારે એક મોટો ઝટકો આપ્યો છે..ભારતસરકારે ફ્રાંસના સહયોગથી છ સબમરીનને સ્થાનિક રીતે બનાવવા માટે કરાર કર્યો હતો.ફ્રાંસના નેવલ ગ્રુપે આ યોજનામાં જોડવા માટે આજે પોતે અસમર્થ હોવાની જાહેરાત કરી છે.ફ્રાંસના નેવલ ગ્રુપે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવની જે શરતો મોકલવામાં આવી છે તેમાં જોડવા માટે ફ્રાંસ અસમર્થ છે.આ જાહેરાત નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમન્યુએલ માર્કોન વચ્ચે સીધી મંત્રણાના એક દિવસ પહેલા જ આ જાહેરાત સામે આવી છે.
ભારત સરકારે એર ઈન્ડીપેંડન્ટ પરોપલશન (AIP)ની સગવડ ધરાવતી છ સબમરીન માટે P751 નામનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.AIP ધરાવતી સબમરીન લાંબો સમય સુધી, વધારે ઝડપથી તરી પણ શકે છે અને વધારે સમય સુધી દરિયાઈ સપાટીથી નીચે રહી શકે છે.ભારત સરકારે ગત જૂનમાંઆ પ્રોજેક્ટને મંજુરી આપી હતી અને આ સબમરીન ભારતના લાર્સન એન્ડ ટુબ્રો અને કેન્દ્ર સરકારની માલિકીના મઝગાવ ડોક ખાતે બનવાની હતી.આ ભારતીય કંપનીઓના પાંચ જેટલી વિદેશી કંપનીઓ સાથે ભાગીદારીકરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે ત્યારે રૂ.43,000 કરોડના આ પ્રોજેક્ટ માટે હવે ભારત સરકારે ફરીથી ટેકનોલોજી શોધવાની શરૂઆત કરવી પડશે.
નેવલ ગ્રુપના ભારત ખાતેના મેનેજીંગ ડીરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલીક શરતોના કારણે આ પ્રોજેક્ટ માટે અમે બીડ મોકલી શક્યા નથી.આ દરખાસ્ત અનુસાર ભારત સરકારે ફયુલ સેલ AIPની જરૂરીયાત હોવાની જાણ કરી છે.આ અમારા માટે શક્ય નથી કારણ કે ફ્રાંસની નૌસેના પણ તેનો ઉપયોગ કરતી નથી એટલે અમારા માટે આ પ્રોજેક્ટમાં જોડાવું શક્ય નથી.