નવી દિલ્હી તા.1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં 80 કરોડ લોકોને દર મહીને પાંચ કિલો ચોખા અથવા ઘઉં અને 1 કિલો ચણા આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએઆર) નવેમ્બર સુધી લંબાવવા જાહેરાત કરી હતી.આ માટે તેમણે સરકારી તિજોરીમાંથી રૂા.90,000 કરોડનો ખર્ચ ગણાવ્યો હતો. એપ્રિલ-જૂન દરમ્યાન તેમણે આ યોજના માટે રૂા.60000નો ખર્ચ થયાનું જણાવી નવેમ્બર સુધીમાં ગરીબોને મફત અનાજ આપવા તેમની સરકાર કુલ રૂા.1.5 લાખ વાપરશે તેવું ગૌરવભેર જાહેર કર્યું હતું.
પરંતુ મે મહિનાના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન્સ ફુડગ્રેન બુલેટીન મુજબ વાસ્તવિક ખર્ચ ઘણો મોટો છે.80 કરોડ લોકોને પાંચ કિલો અનાજનો મતલબ 3 મહીને 1.2 કરોડ ટન થયા. નવેમ્બર સુધી આટલો જથ્થો આપવામાં આવે તો વધારાના 2 કરોડ ટન થાય.
ફૂડગ્રેન બુલેટીન ડેટા મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ 2020-21માં 1 કિલો ચોખાની ખરીદી અને વિતરણનો ખર્ચ રૂા.37.27 ગરાવ્યો હતો. 1 કિલો ઘઉંનો ખર્ચ રૂા.26.84 છે. એપ્રિલ-જૂનમાં 1.2 કરોડ ટનમાં 1.04 ટન ચોખા અને 15.6 લાખ ટન ઘઉંનો સમાવેશ થયો હતો. આથી આટલું અનાજ મફત આપવાનો ખર્ચ રૂા.46,100 કરોડ જેટલો થાય છે.
ઉપરોક્ત આર્થિક ખર્ચમાં ગોડાઉનોમાં વધારાનો જથ્થો સંઘરી રાખવાના ખર્ચનો સમાવેશ થતો નથી. વ્યાજ અને સ્ટોરેજ ચાર્જીસ એટલે કે કેરીઈંગ કોસ્ટ કિલોદીઠ રૂા.5.40 થવા જાય છે. 1 એપ્રિલે સેન્ટ્રલ પુલમાં ચોખા અને ઘઉંનો જથ્થો 7.4 કરોડ ટન હતો, જે વ્યુહાત્મક રિઝર્વ સપાટી કરતાં સાડા ત્રણ ગણો છે. નવા ઘઉંની ખરીદી સામે સરકાર પાસે 9.7 કરોડ ટનની વધુ થાય છે.
1.2 કરોડ ટન કેરેઈંગ ખર્ચ કિલોએ રૂા.5.40 ગણવામાં આવે તો કુલ ખર્ચ રૂા.6480 થાય છે. 20 કરોડ પરિવારોને 1 કિલો મફત અનાજ આપવા માટે રૂા.3900 કરોડનો ખર્ચ ઉમેરવામાં આવે તો પણ ખરીદી, સંગ્રહ, મિસિંગ, પેકીંગ અને વિતરણ ખર્ચ સહીત એક કિલો અનાજનો સરેરાશ ખર્ચ રૂા.65 થાય છે. આથી 80 કરોડ લોકોને અનાજ આપવા એપ્રિલ-જૂનના 3 મહિનામાં રૂા.40,500નો ખર્ચ થયો હોવો જોઈએ.
જુલાઈ નવેમ્બરથી વધારાનું 2 કરોડ ટન અનાજ આપવામાં આવે તો પણ વધારાનો 64,100 કરોડનો ખર્ચ વધશે. એમાંય જો 2 કરોડ ટનનો કિલોદીઠ રૂા.5.40નો કેરેઈંગ ખર્ચ બાદ કરવામાં આવે તો સરકારી તિજોરીનો ખર્ચ રૂા.10,800 વધી જશે. ચણા જેવા કઠોળનો રૂા.6500 કરોડનો (કિલોદીઠ રૂા.65) ખર્ચા ગણીએ તોપણ કેન્દ્ર નવેમ્બર સુધી આ યોજના માટે 60,000 કરોડથી ઓછો ખર્ચ કરશે.
બીજા શબ્દોમાં કહીએ તો પીએમજીકેએવાય હેઠળ એપ્રિલથી નવેમ્બર 80 કરોડ લોકોને મફત અનાજ આપવા પાછળ કુલખર્ચ રૂા.1.05 કરોડ થશે,નહીં કે 1.5 લાખ કરોડ.

