By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદીનો ચૂંટણી પ્રવાસ:બંગાળમાં નેતાજી ભવન જશે વડાપ્રધાન,આસામમાં 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો આપશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદીનો ચૂંટણી પ્રવાસ:બંગાળમાં નેતાજી ભવન જશે વડાપ્રધાન,આસામમાં 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો આપશે
GeneralNational

મોદીનો ચૂંટણી પ્રવાસ:બંગાળમાં નેતાજી ભવન જશે વડાપ્રધાન,આસામમાં 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો આપશે

HM News
Last updated: 23/01/2021 4:32 AM
HM News
4 years ago
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસ પર રહેશે.આ દરમિયાન મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીના સમારંભમાં ભાગ લેશે.સરકારે સુભાષ જયંતી એટલે કે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય લીધો છે.વડાપ્રધાન કોલકાતાના એલ્ગિન રોડ સ્થિત નેતાજી ભવનમાં પણ જશે.આ દરમિયાન તેઓ એક સ્મારક સિક્કાનું અને પોસ્ટ ટિકિટ પણ બહાર પાડશે.આ સિવાય PM આસામના 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો પણ ફાળવશે.

બંગાળનો પ્રવાસ આ માટે મહત્ત્વનો
PM મોદીનો બંગાળ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ત્યાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.આ વખતે ભાજપ બંગાળમાં સત્તા મેળવવાની શક્ય તેટલી તમામ કોશિશ કરી રહી છે.પાર્ટીએ 200થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ઘણા મંત્રી-ધારાસભ્ય પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

નેતાજી પર ગરમાયું રાજકારણ
ચૂંટણી પહેલાં બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈને રાજકારણ ગરમાયું છે.TMC નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જ નેતાજીજયંતીને દેશનાયક દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી હતી.જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે સત્તામાં આવ્યા પછી તે નેતાજીની સૌથી ઊંચી પ્રતિમા બનાવશે.

આસામમાં પણ વિધાનસભા ચૂંટણી
વડાપ્રધાન મોદી આસામના શિવસાગર જિલ્લાના જેરેંગા પથારમાં સ્થાનિક લોકોને જમીનના પટ્ટા વહેંચશે.એનો ફાયદો તે લોકોને થશે, જેઓ એ જમીન પર 20થી વધુ વર્ષથી રહી રહ્યા છે.પટ્ટો મળ્યા પછી આ લોકો જમીનમાલિક બની જશે.તેમને અન્ય સરકારી સુવિધાઓ પણ મળવા લાગશે.તેઓ બેન્કમાંથી પણ લોન લઈ શકશે.રાજ્યની ભાજપ સરકારે મે 2016થી લઈને અત્યારસુધી 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે.આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં PMનો પ્રવાસ મહત્ત્વનો મનાઈ રહ્યો છે.

દેશ ગંભીર સ્થિતિમાં પણ કોંગ્રેસ ભાન ભુલી, PM મોદીના લોકડાઉનને ગણાવ્યું ‘નોટબંદી પાર્ટ-2
અમેરિકી ડૉલરની એકધારી મજબૂતીથી સોનું ઘટીને સવાત્રણ મહિનાના તળિયે
ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિદેશી સંસ્થાઓની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
BAPSના સત્સંગી બાળકોએ 5 હજારથી વધુ લોકોને વ્યસન મુક્ત કરાવ્યા
પેટાચૂંટણીના પરિણામ પહેલાં ભાજપે જિલ્લા-શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી
Share This Article
Facebook Email Print
Previous Article પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધવાનું સતત ચાલુ;મોંઘવારી વધી, રોજગારી ઘટી અને વિવિધ અભિયાનો વચ્ચે પીસાઈ રહેલી જનતા નું કોણ બેલી?
Next Article અમેરિકા:રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં રહેલા 150થી વધુ સુરક્ષા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up