મુંબઈ,તા.૨૦
ઈન્ડિયન-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજ એકવાર ફરી ચર્ચામાં છે. હસન મિન્હાજ વ્હાઈટ હાઉસ કોરેસ્પોંડેટ્સ એસોસિએશનના એન્યુઅલ ડિનરમાં પરફોર્મ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, હસન ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો આલોચક પણ રહી ચૂક્યો છે.
હસન મિન્હાજ એન્ટરટેનમેન્ટ કરવા માટે પરફોર્મ કરશે. આ સિવાય ૨૫ એપ્રિલે એક્ટર કેનન થોમ્પસન અને નાઈટ લાઈવના મેમ્બર પણ પરફોર્મ કરશે. ઉલ્લેખનીય છે કે, હસન ૨૦૧૭માં એક સીનિયર કોરેસ્ટોંડેટ તરીકે વ્હાઈટ હાઉસ એસોસિએશનમાં એન્ટરટેનર પણ રહી ચૂક્યો છે.
ડબ્લ્યુએચસીએએ ઘોષણા કરી કે, હસન ડિનરમાં પરફોર્મન્સ આપશે. વ્હાઈટ હાઉસના મુખ્ય સંવાદાતાએ વાત કરી કે, અમેરિકામાં કેનન અને હસન સારુ મનોરંજન પુરુ પાડતાં કલાકારો છે. મને આનંદ છે કે, અમારા લોકતંત્રમાં એ સ્વતંત્ર પ્રેસની ભૂમિકા નિભાવવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, રાસ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ૩ વર્ષથી ડબ્લ્યુએચસીએના ડિનરમાં નથી આવી રહ્યા. આ વર્ષે પણ આવે એવું લાગતું નથી.
મોદી-ટ્રમ્પની ઠેકડી ઉડાડનાર કોમેડિયન હસન મિન્હાજ વ્હાઈટ હાઉસમાં શો કરશે
Leave a Comment