કરાંચી,તા.૨૫
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, *જ્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી પાવરમાં છે, ત્યાર સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. મોદી પાવરમાં છે ત્યાર સુધી અમને ભારત તરફથી કોઈ રિસ્પોન્સ મળશે નહીં.* આફ્રિદીએ શું ભારત-પાકિસ્તાનની બાઈલેટરલ સીરિઝ રમાશે કે નહીં તેના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.
તેણે કહ્યું કે, ભારત-પાકિસ્તાનના સંબંધ એક માણસના કારણે બગાડયા છે, અમારે તે જોઈતું નથી. બંને દેશના લોકો એકબીજાના દેશમાં ટ્રાવેલ કરવા માંગે છે. હું એ નથી સમજતો કે મોદીનું શું કરવું અને તેનું એજેન્ડા શું છે.
ભારત અને પાકિસ્તાન ૨૦૧૩થી કોઈપણ બાઈલેટરલ સીરિઝ રમ્યા નથી. ૨૦૧૩માં પાકિસ્તાનની ટીમ ત્રણ વનડેની સીરિઝ માટે ભારત આવી હતી. ભારતીય ટીમ છેલ્લે ૨૦૦૬માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં પાકિસ્તાન ગઈ હતી. મુંબઈમાં ૨૬/૧૧/૨૦૦૮ના આંતકી હુમલા પછી બંને દેશ મોસ્ટલી આઈસીસી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમી હતી.
મોદી પાવરમાં છે ત્યાંસુધી ભારત-પાકિસ્તાનના સંબંધ ન સુધરે : આફ્રિદી
Leave a Comment