– નવા મુખ્યમંત્રીની પસંદગી વેળા સોશ્યલ મીડિયામાં રમૂજનો દૌર
– ભૂપેન્દ્ર પટેલે નીતિનભાઇને કહ્યું, ‘તમારી પાસે રેડીમેઇડ લાપસી હોય તો આપજોને પ્લીઝ, મારે ઓચિંતું નકકી થયું’
– જનતા જનાર્દનના અજીબ ચબરાકીયાંઃ દિલ્હીમાં ડબ્બા બદલ્યા, ગુજરાતમાં એન્જીન !
– છોકરાંવને એમ હતું કે તલાટી-કલાર્કની ભરતી આવશે, પણ આવી CMની
ગુજરાતના રાજકારણમાં જબરી ઉથલ પાથલ વચ્ચે સોશ્યલ મીડિયામાં પણ અવનવી રમૂજોની વણઝાર ચાલી રહી છે.નવા મુખ્યમંત્રી કોણ બનશે એ વિશે ચોરેને ચૌટે સતત ૨૪ કલાક ચાલેલી અટકળો બાદ ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ જે નિર્ણય જાહેર કર્યો એ રાજકીય વિષ્લેશકોને પણ ચોંકાવી દેનારો હતો ત્યારે આમ આદમીનું કૌતૂક તો સમજી શકાય એવું જ હતું.
તરેહ-તરેહના ક્રિએટીવ ચબરાકીયાં આજે વ્હોટ્સએપ-ફેસબુક-ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતા રહ્યાં હતા.કોઇએ કાર્ટુન અને મિમ્સ તો કોઇએ વ્યંગાત્મક લખાણ વહેતાં મૂક્યા હતા. કેવા કેવા હતા આ ચબરાકીયાં-એક ઉડતી નજર…
***
નીતિન પટેલઃ મને તો ખાલી મીડિયાવાળા જ સીએમ બનાવે છે, ભાજપવાળા નહીં !
સ્વર્ગમાં ઇન્દ્ર, ભારતમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર.
ઘાટલોડિયાવાળાઓને પણ હવે ટીવી જોઇને જામ થઇ કે તેમના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ છે !
‘હું ન્હોતો કહેતો, ભૂપેન્દ્રભાઇ જ આવવાના હતા, તેમના પપ્પાનું નામ રજનીકાન્ત છે’
‘તમે આમ છેલ્લી ઘડીએ લાપસી મૂકવાનું ક્યો તો મારે ક્યાંથી મેળ કરવો ?’ ‘અરે પણ, મને પોતાને જ કયાં ખબર હતી કે…’ (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરનો કાલ્પનિક સંવાદ)
મોદી-શાહની જોડીએ પાછો કોર્સ બહારનો મુદ્દો થેલામાંથી કાઢ્યો !
ભૂપેન્દ્ર પટેલ ટુ નીતિન પટેલ ઃ તમારી પાસે રેડીમેઇડ લાપસી હોય તો આપજો ને પ્લીઝ, મારે બધું અચાનક નક્કી થયું એમાં..!
‘હજુ મેં શનિવારે જ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે, સોમવારે પરી નવું ભણાવવું પડશે !’
નીતિનભાઇને આ લોકોએ ગુજરાતના અડવાણી બનાવી દીધાં, લ્યો ને !
જુદા જુદા અનેક સેલની રચના થતી હોય છે તો શું નીતિનભાઇને અવગણના સેલના અધ્યક્ષ કહી શકાય ?!
આવી જ રીતે રાનુ માંડલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી !
ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવાતા ભાજપના કેટલાંક ધારાસભ્યો નારાજ ઃ કહ્યું, પહેલાં અમને તેમનો ફોટો તો બતાવો !
છોકરાવને એમ હતું કે કલાર્ક, તલાટી કે પોલીસની ભરતી આવશે પરંતુ આ તો સીધા મુખ્યમંત્રીની ભરતી આવી !
થોડા દિવસ પહેલાં દિલ્હીમાં ડબ્બા બદલાવ્યા હતા, આજે ગુજરાતનું આખેઆખું એન્જીન જ બદલી કાઢ્યું !


