દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પાર્ટીને નવેસરથી તૈયાર કરવાની જરૂર
ન્યુ દિલ્હી,તા.૨૧
દિલ્હી ચૂંટણીમાં જીત માટે પૂરી તાકાત લગાવી દીધા બાદ પણ ભાજપને ૭૦માંથી માત્ર ૮ સીટો પર જ જીત પ્રાપ્ત થઇ. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અંગ્રેજી મુખપત્ર ‘ઑર્ગેનાઇઝર’માં દિલ્હી ચૂંટણીમાં ભાજપની હારની વિવેચના અને સમીક્ષા છપાઇ છે. આરએસએસના એક લેખમાં ભાજપ, પાર્ટીના દિલ્હી યુનિટ અને ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારો અંગે વિસ્તારથી લખ્યું છે.
દીન દયાળ ઉપાધ્યાયના એક ઉદારણવાળા આર્ટિકલમાં લખ્યું છે કે એક ખરાબ ઉમેદવાર માત્ર એટલા માટે શ્રેષ્ઠ હોવાનો દાવો કરી શકતો નથી કારણ કે જે પાર્ટી સાથે તેમનો સંબંધ છે તે શ્રેષ્ઠ છે. એક દુષ્ટ, દુષ્ટ જ હોય છેપ આ લેખમાં જોર આપીને કહ્યું છે કે ભાજપને એક સંસ્થાન હોવાના નાતે આ સમજવાની જરૂરિયાત છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી હંમેશા મદદ કરી શકે નહીં.
દિલ્હીમાં ફિજા બદલાય ગઇ છે અને તેના પર આર્ટિકલમાં લખ્યું છે, ‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ હંમેશા વિધાનસભા સ્તરની ચૂંટણીમાં મદદ કરી શકે નહીં અને કોઇ વિકલ્પ નથી. પરંતુ દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પાર્ટીને નવેસરથી તૈયાર કરવાની જરૂર છે.’ આ આર્ટિકલ ને એડિટર પ્રફુલ્લા કેતકરે લખ્યો છે અને તેનું ટાઇટલ છે, ‘ડ્ઢીઙ્મરૈ’જ ડ્ઢૈદૃીખ્તિીહં સ્ટ્વહઙ્ઘટ્વંી’, તેમાં દિલ્હીમાં ‘સિટી-સ્ટેટ વોટિંગ બિહેવિયર ને સમજવા પર જોર આપ્યું છે.’
આર્ટિકલમાં લખ્યું છએ કે ‘શાહીનબાગ નરેટિવ’ ભાજપ માટે અસફળ રહ્યો કારણ કે અરવિંદ કેજરીવાલ આ મુદ્દા પર એકદમ સ્પષ્ટ હતા. જો કે લેખકે કેજરીવાલના ‘ભગવા અવતાર’ પર પણ પ્રકાશ પાડયો છે અને સંકેત આપ્યો છે કે ભાજપે તેના પર નજર રાખવી જોઇએ.
આર્ટિકલમાં લખ્યું છે કે સીએએના બ્હાને મુસ્લિમ કટ્ટરવાદના આ જિન્નો પ્રયોગ થયો જે કેજરીવાલ માટે પરીક્ષણનું નવું મેદાન બની શકે છે. કેજરીવાલે આ ખતરા પર કેવી રીતે પ્રતિક્રિયા આપી છે. તેમની હનુમાન ચાલીસા વાંચવી કેટલી યોગ્ય હતી?
મોદી-શાહ હંમેશા ભાજપને જીતાડી ન શકે,સ્થાનિક નેતાઓને તૈયાર કરો
Leave a Comment