By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે
GeneralNational

મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે

HM News
Last updated: 26/03/2020 8:02 AM
HM News
5 years ago
Share
SHARE

દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિ રાશન આપશે અને તે પણ 3 મહિના માટે એડવાન્સ મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે.પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના 80 કરોડ લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો છે,કેબિનેટની બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવ પર રાશન આપવામાં આવશે.તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશના 80 કરોડ લોકોને દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિ રાશન આપશે અને તે પણ 3 મહિના માટે એડવાન્સ. મળશે જાવડેકરે જણાવ્યું અકીલા કે, સરકાર 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલો વાળા ઘઉં કનિદૈ લાકિઅ માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોમાં અને 37 રૂપિયા વાળા ચોથા માત્ર 3 રૂપિયામાં પ્રતિ કિલો આપશે.તેમણે કહ્યું કે, તેના પર 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે.કેન્દ્ર આ રકમ ત્રણ મહિના માટે રાજ્યોને એડવાન્સમાં આપશે.કોરોના વાયરસ પર પ્રકાશ જાવડકરે કહ્યું કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સામાજીક અંતર બનાવીને રાખો.કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પરથી જાણકારી મેળવતા રહો.કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીની કેબિનેટની બેઠકમાં આજે અલગ નજારો જોવા મળ્યો હતો.તમામ મંત્રી ઓછામાં ઓછા એક મીટરના અંતરે બેઠા હતા.સામાજીક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું.હકીકતમાં કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એક-બીજાથી ઓછામાં ઓછા 1-2 મીટરનું સામાજીક અંતર બનાવી રાખવું એકમાત્ર છે. બેઠકમાં અમિત શાહ, રાજનાથ સહિત તમામ વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા.

સુરતમાં વધુ 6 મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 401 પર
રશિયા સાથે એસ-૪૦૦ના સોદોઃ યુએસ ભારત પર પ્રતિબંધ લગાવી શકે
સુરતમાં હત્યાના ગુનામાં છૂટેલા બન્ટીને ટાઈગર-લાલો અને માંજરાએ પતાવી નાખ્યો, ચાકુના ઘા ઝીંકી હત્યા
BOBને મની લાઉન્ડરિંગ બદલ UAEની સેન્ટ્રલ બેંકે 13 કરોડનો દંડ ફટકાર્યો
સુરત જિલ્લામાં 36 કલાકમાં જુન મહિના જેટલો 6.94 ઇંચ વરસાદ પડી ગયો
Share This Article
Facebook Email Print
Previous Article કવિ પ્રદીપજીએ 60 વર્ષ પહેલાં લખેલાં ગીતમાં આજની કોરોનાની સ્થિતિનો પડઘો
Next Article દિલ્હીઃ મોહલ્લા ક્લિનિકના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 900 લોકો ક્વોરન્ટાઇન થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up