By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો
GeneralNational

મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો

HM News
Last updated: 18/06/2021 8:23 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૧૮ : સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરના ભારત સરકાર સાથે ચાલી રહેલા વિવાદના કારણે કંપનીને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.છેલ્લા ૪ મહિનામાં આ અમેરિકન કંપનીના શેર ૨૫ ટકા જેટલા તૂટ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આઇટી નિયમોમાં મોટો બદલાવ કર્યો છે.જે મુજબ હવે ટ્વીટરને ભારતમાં મળતી કાયદાકીય સુરક્ષા ખતમ થઈ ગઈ છે.ગઈકાલે ટ્વીટરે ભારતમાં મળેલો કાયદાકીય સુરક્ષાનો હક્ક ગુમાવી દીધો છે.હવે ટ્વીટર પર કોઈ પણ થર્ડ પાર્ટી કન્ટેન્ટ (કોઈ પણ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટ) માટે ભારતીય દંડ સંહિતા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.ફેક ન્યૂઝ પર નિયંત્રણ લગાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

છેલ્લા ૩-૪ મહિનામાં ભારત સરકાર સાથે સતત ટક્કરના કારણે ટ્વીટરને જંગી નુકસાન થયું છે.અમેરિકાના ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જમાં બુધવારે ટ્વીટરના શેર લગભગ અડધા ટકા તૂટીને ૫૯.૯૩ અમેરિકન ડોલર પર બંધ થયા.આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ જ ટ્વીટરના શેર ૫૨ સપ્તાહની ઊંચાઈ ૮૦.૭૫ ડોલર પર પહોંચી ગયા હતા.જો કે તે બાદ તેમાં લગભગ ૨૫.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.ટ્વીટરની માર્કેટ વેલ્યુ પણ ઘટીને ૪૭.૬૪ અબજ ડોલર થઈ ગઈ છે.

ગત વર્ષે ૧૩ નવેમ્બરે જયારે ભારત સરકારે ટ્વીટરને એક નોટિસ મોકલીને આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો કે, તેણે લેહને લદ્દાખની જગ્યાએ જમ્મુ-કાશ્મીરનો ભાગ કેમ ગણાવ્યો? જે બાદ સોશિયલ મીડિયા પર #BanTwitter ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આમ છતાં ટ્વીટરના શેર સતત તેજીમાં હતા.જે બાદ ભારત સરકારે ટ્વીટરને એક નોટિસ ફટકારીને ખેડૂત આંદોલન સમર્થક અનેક એકાઉન્ટને બેન કરવા કહ્યું.સરકારે કહ્યું હતું કે, આઇટી એકટની સેકશન ૬૯-એ અંતર્ગત જો ટ્વીટર શરતોનું પાલન નહીં કરે, તો તેનું પરિણામ ભોગવવું પડશે.

મોદી સરકારે ૮ ફેબ્રુઆરીએ ટ્વીટરને એવા ૧,૧૭૮ એકાઉન્ટ હટાવવા કહ્યું હતું, જે ખાલિસ્તાની સમર્થક હતા અથવા જેમને પાકિસ્તાનની મદદથી ચલાવવામાં આવી રહ્યા હતા.જો કે ટ્વીટરે આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નહતો.આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ મોદી સરકારે સોશિયલ મીડિયા સાઈટ અને OTT પ્લેટફોર્મ્સ માટે નવા આઈટી નિયમો બનાવ્યા,ત્યાં સુધી ટ્વીટરના શેર પર કોઈ અસર નહતી થઈ અને ૨૬ ફેબ્રુઆરીએ તેના શેર ટોચ પર પહોંચી ગયા.જો કે ભારત સરકાર સાથે સતત ટકરાવના કારણે ટ્વીટરના શેર ૧૩માં મેના રોજ તૂટીને ૫૦.૧૧ ડોલરના નીચા સ્તરે પહોંચી ગયા.જે બાદ ૫ જૂને ભારત સરકારે ટ્વીટરને એક ફાઈનલ નોટિસ ફટકારી હતી અને તેને નવા આઈટી નિયમો ફોલો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યકિતએ ૧૬ કરોડ લોકોને કરાવ્યો ૬૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો
સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?
કેરળ રાજ્યસભાના સાંસદે કહ્યું- Cow Dung કહેવડાવવામાં કોઈ શરમ નથી, તેમને ગર્વ થાય છે
શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ
મોબાઇલ બાબતે યુવકને ચાકુના ઘા મારી ખૂની હુમલો કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article લો હવે અમદાવાદની સાબરમતી નદીમાં પણ મળ્યો કોરોના વાયરસ
Next Article ‘અંતિમ સંસ્કાર પહેલા માતાનો ચહેરો જોવો હોય તો રૂ. 5,000 આપો’ : સ્મશાન ઘાટનું કાળું સત્ય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up