દેશના યુવાઓને કુશળ બનાવવા માટે મોદી સરકાર સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટને સપાટી પર ઉતારવામાં વ્યસ્ત છે.વ્યાવસાયિક શિક્ષા અને ટ્રેનિંગ માટે સરકારે આઠ દેશો સાથે હાથ મળાવ્યો છે.સરકારે લોકસભાસાંસદ વરુણ ગાંધીના સવાલ પર એક લેખિત જવાબમાં આ જાણકારી આપી છે.ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પૂછ્યું હતું કે,શું સરકારે વ્યાવસાયિક તાલીમ તકો માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કોઈ ભાગીદારી કરી છે? શું સ્કિલ ડેવલપમેન્ટની દિશામાં દેશમાં જાગૃકતા માટે સરકાર કોઈ સંચાર તંત્ર લાવી રહી છે.
વરુણ ગાંધીના સોમવારે પૂછવામાં આવેલ સવાલનો સ્કિલ ડેવલપમેન્ટ રાજ્યમંત્રી આર.કે. સિંહે લેખિતમાં જવાબ આપ્યો.તેમણે કહ્યું કે,મંત્રાલયની હેઠળ રાષ્ટ્રીય સ્કિલ ડેવલપમેન્ટે વ્યાવસાયિક શિક્ષા અને તાલીમ ક્ષેત્રમાં સહયોગ માટે સાત દેશો સાથે એમઓયુ પર સહી કરી છે.આ દેશ છે – જાપાન, યુએઈ, સાઉદી અરબ, સ્વીડન,રશિયા, ફિનલેન્ડ અને મોરક્કો.
તેમણે જણાવ્યું કે, સ્કિલ ડેવલ્પમેન્ટની દિશામાં કેટલાક પ્રયત્નો ચાલી રહ્યા છે.મંત્રાલય તરફથી જિલ્લા પ્રશાસનને હજુ સશક્ત કરવા માટે જોર આપવામાં આવી રહ્યો છે.યોજના છે કે જિલ્લા કલેકટર હેઠળ જિલ્લા કૌશલ સમિતિઓની મદદથી જિલ્લા કૌશલ વિકાસ યોજનાઓનું સંચાલન અને મોનીટરીંગ થાય.વ્યાવસાયિક શિક્ષાના લાભના વિશે જાગૃકતાની સાથે-સાથે વિવિધ પ્રકારના વ્યવસાયો માટે જરૂરિયાત કૌશલ પ્રદાન કરવા માટે ધોરણ 9 થી 12 સુધી સામાન્ય શિક્ષાની સાથે વ્યાવસાયિક વિષયની પણ ઓફર આપવામાં આવે છે.

