તાજેતરમાં ચીનની સેન્ટ્રલ બેન્ક પીપુલ્સ બેન્ક ઓફ ચાઇનાએ હાઉસિંગ લોન આપનારી ભારતની દિગ્ગજ કંપની એચડીએફસી લિમિટેડના 1.75 કરોડ શેર ખરીદ્યા છે. ત્યારબાદ હવે મોદી સરકાર અચાનક જ એલર્ટ થઇ ગઇ છે અને ચીનથી આવનારા એફડીઆઈ પર બાજ નજર રાખી રહ્યું છે. કોરોના વાયરસથી લોકડાઉનની વચ્ચે ચીનના આ મની ગેમ એ બધાના મનમાં શંકા ઉભી કરી દીધી છે. સરકારે કહ્યું છ કે ચીનથી તમામ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ માટે પહેલાં સરકારી મંજૂરી લેવી જરૂરી હશે.
કોરોનાથી આવેલા ઘટાડાનો ઉઠાવ્યો ફાયદો
ભારતમાં હાલ કોરોના વાયરસના લીધે લોકડાઉન છે.અર્થતંત્ર ખતરામાં પડી ગયું છે.સરકાર તમામ કોશિષો કરી રહ્યું છે કે કેવી રીતે કોરોનાને કાબૂમાં લઇ ફરીથી અર્થતંત્રની ગાડી પાટા પર લાવવી.લોકડાઉનની વચ્ચે એચડીએફસી લિમિટેડના શેરોમાં 32.29 ટકાનો ઘટાડો આવી ગયો છે.જાન્યુઆરીમાં તેના શેરની કિંમત અંદાજે 2500 રૂપિયા હતી,જે હવ 1600 રૂપિયા થઇ ગઇ છે.આ બધાની વચ્ચે તકનો ફાયદો લઇ ચીને એચડીએફસી લિમિટેડના ઢગલાબંધ શેર ખરીદી લીધા છે.
ચીન પર શંકાની નજર
પહેલાં ચીનની વિરૂદ્ધ એવાતો થઇ રહી હતી કે ચીને જાણી જોઇને કોરોના વાયરસ ફેલાવ્યો છે.કહેવાય છે કે તેને ચીની લેબમાં જ બનાવાયો છે ત્યાંથી જ આ લીક થયો.હવે જ્યારે ભારત તેની સામે ઝઝૂમી રહ્યું છે તો ચીને ભારતની કંપનીમાં રોકાણ કર્યું છે.એવામાં શંકા છે કે કયાંક આ બધી ચીનની ચાલનો તો હિસ્સો નથી ને પહેલાં કોઇ દેશના અર્થતંત્રને નબળું પાડવું અને પછી તકનો લાભ ઉઠાવીને તેને ખરીદવાનું શરૂ કરી નાંખવું?
ભારતીય કંપનીઓને બચાવાનું કામ શરૂ
મોદી સરકાર ભલે અત્યારે કોરોના વાયરસ સામે લડવામાં વ્યસ્ત છે,પરંતુ દેશ-દુનિયામાં ચાલી રહેલી બાકીની હલચલ પર પણ તેની નજર છે.આ જ કારણ છે કે મોદી સરકારે ભારતની કંપનીઓને બચાવાની શરૂઆત કરી દીધી છે.
HDFCમાં 1.01 ટકા હિસ્સો
BSE પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રોકાણ બાદ હવે HDFC લિમિટેડમાં ચીની કેન્દ્રીય બેન્કનો હિસ્સો 1.01 ટકા થઇ ગયો છે આપને જણાવી દઇએ કે એચડીએફસીમાં પહેલેથી જ કેટલીય વિદેશી કંપનીઓ અને સંસ્થાઓના તેમાં મોટો હિસ્સો છે.તેમાં ઇનવેસ્કો ઓપનહીમર ડેવલપિંગ માર્કેટ ફંડ (3.33 ટકા) ,સિંગાપુર સરકાર (3.23 ટકા) અને વૈનગાર્ડ ટોટલ ઇન્ટરનેશનલ સ્ટોક ઇન્ડેક્સ ફંડ (1.74 ટકા) પણ સામેલ છે.
આ કંપનીઓ પર પડશે અસર
મોદી સરકારના આ આકરા પગલાંથી પેટીએમ,ઝેમેટો,બિગબાસ્કેટ અને ડ્રીમ11 જેવી કંપનીઓ પર અસર પડી શકે છે.કટલાંય સ્ટાર્ટઅપ પણ ફંડની વાતચીત કરી રહ્યા હતા તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.યુનિકોર્ન એટલે કે તે સ્ટાર્ટઅપ જેનું વેલ્યુએશન 1 અબજ ડોલરથી વધુ થાય છે તેને પણ આનાથી મોટી મુશ્કેલી પડવાની છે.