મણિપુર હિંસા મુદ્દે સંસદમાં વિરોધ ચાલું છે.વિપક્ષી દળ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (INDIA)એ બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી.લોકસબા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.મણિપુર મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંસદની અંદર નિવેદન આપવાના દબાણને લઇને આ અવિશ્વાસ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો છે.આ અંગે સ્પીકરે જણાવ્યું હતું કે ચર્ચા કર્યા બાદ તારીખની જાહેરાત કરશે.
મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર, સ્પીકર બોલ્યા : ચર્ચા કર્યા પછી કરીશ તારીખની જાહેરાત
મણિપુર હિંસા મુદ્દે સંસદમાં વિરોધ ચાલું છે.વિપક્ષી દળ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (INDIA)એ બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી.લોકસબા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.મણિપુર મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંસદની અંદર નિવેદન આપવાના દબાણને લઇને આ અવિશ્વાસ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો છે.આ અંગે સ્પીકરે જણાવ્યું હતું કે ચર્ચા કર્યા બાદ તારીખની જાહેરાત કરશે.
ગૌરવ ગોગોઈએ રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ, લોકસભા સ્પીકરે કર્યો મંજૂર
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ અને ઉત્તરપૂર્વના નેતા ગૌરવ ગોગોઈએ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.કોંગ્રેસે તેના માટે સાંસદોને વ્હિપ પણ જારી કર્યો હતો.હવે લોકસભાના સ્પીકરે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.હાલમાં બંને ગૃહોમાં હોબાળો યથાવત્ છે.રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં મણિપુર મુદ્દે પીએમ મોદીના નિવેદનની માગ સાથે વિપક્ષ આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
સોનિયા ગાંધીએ AAP સાંસદ સાથે મુલાકાત કરી
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સંસદ પહોંચતા જ AAP સાંસદ સંજય સિંહને મળ્યા હતા.સંજય સિંહ અને કોંગ્રેસના સાંસદ રજની પાટીલને સંસદના બાકીના ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.તેમની માંગ છે કે પીએમ ગૃહમાં આવે અને મણિપુર મુદ્દે ચર્ચા કરે.
અમે જાણીએ છીએ કે અમારી પાસે સંખ્યાબળ નથી : મનોજ ઝા
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા પક્ષમાં સંખ્યાબળ નથી પરંતુ લોકશાહી માત્ર સંખ્યાઓ પર આધારિત નથી.મણિપુર સળગી રહ્યું છે અને લોકો પીએમ બોલવાની રાહ જોઈ રહ્યા છે.કદાચ અવિશ્વાસ પ્રસ્તાવના બહાને તેમને કંઈક બોલવા માટે દબાણ કરવામાં આવે.આ સૌથી મોટી ઉપલબ્ધિ હશે.