મુંબઈ : પુણેના પિંપરી ચિંચવાડ નજીકના થેરગાંવમાં ભારે ચોંકાવી દેે તેવી ઘટના સામે આવી છે.આઠ વર્ષના બાળકે મોબાઈલ પર વીડિયો જોયા બાદ પોતાની ઢીંગલીને ફાંસી આપી હતી અને પોતે પણ કોઈ કેદીને ફાંસી અપાય એ સ્ટાઈલથી ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પ્રાપ્ત માહિતીનુસાર,કમલ નામનો આઠ વર્ષનો બાળક ઘરમાં રમી રહ્યો હતો ત્યારે તેની મા કામમાં વ્યસ્ત હતી.તેવે સમયે રમતાં રમતાં કમલે પોતાની રમકડાંની ઢીંગલીને એકાદ કેદીને જેમ ફાંસી આપે તેમ મોં કાળા વસ્ત્રથી ઢાંકી ફાંસી આપી હતી.કદાચ ઢીંગલી પોતાને છોડીને જતી રહી એવું સમજાતાં તેણે પોતે પણ પોતાના ગળા ફરતે દોરી વિંટી જીવન ટૂંકાવી દીધું હતું.
પોલીસે આપેલી માહિતીનુસાર કમલ તથા તેનાં બે ભાઈ બહેન હંમેશાં મોબાઈલ પર વીડિયો જાતા રહેતા હતા. તેમાં કમલે કદાચ હોરર વીડિયો જોયો હતો.ગત રવિવારે ૨૯મી મેના રોજ આ છોકરો તેની ઢીંગલી સાથે રમી રહ્યો હતો.ત્યારે તેના ભાઈ-બહેન પણ બાજુમાં હતાં.પણ તે નાની વયના હોવાથી કંઈ સમજી ન શક્યાં.આખરે તેની માતા એ રૃમમાં આવીને જોયું તો સમગ્ર ઘટનાની જાણ થઈ અમે તેની આંખો પહોળી થઈ ગઈ હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર પરિવાર નેપાળી છે.કમલના પિતા નજીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.