મોરબી : ગુજરાતમાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા રાજ્યમાં દારૂ-જુગારના ગોરખધંધા પર સતત ઘોંસ બોલાવાઈ રહી છે.ત્યારે આજરોજ 18 જૂલાઈના રોજ મોરબીમાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા દરોડો કરી દારૂનું ગોડાઉન ઝડપી લીધું હતું.દરોડો કરી સ્ટેટ વિજિલન્સ સેલે 622 પેટી દારૂ પકડી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના રાજપર રોડ પર આવેલા આશિર્વાદ ઈમ્પેક્ષ કારખાનાના ગોડાઉન પર સ્ટેટ વિજિલન્સ સેલે દરોડો કર્યો હતો.વિજિલન્સ ટીમને બાતમી મળી હતી કે, અહીં ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે.બાતમીના સ્થળ પર વિજિલન્સની ટીમે દરોડો કરતા જંગી 7464 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
સ્ટેટ વિજિલન્સની ટીમે ટ્રક ડ્રાઈવર ચુમારામ મોટારામ ગોડારા જાતે રહે. રાજસ્તાનને પકડી પાડ્યો હતો.દારૂ કોણે મગાવ્યો હતો તે દિશામાં પુછપરછ કરતાં દારૂ કારખાનાના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ મંગાવવામાં આવ્યો હતો જ્યારે શનાળામાં રહેતા રાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.પોલીસે ટ્રકમાંથી દારૂની કુલ 622 પેટી જપ્ત કર્યો છે જેની કિંમત અંદાજીત રૂપિયા 32 લાખ જેટલી થવા જાય છે.


