સરકારમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ખૂબ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ અક્ષેપો કરી જો ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે તેઓ ભાજપની સરકાર સામે લડી લેવાના મૂડ માં જણાઈ રહ્યા છે.ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. PM મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરીને તેમની આવકના સ્ત્રોતની તપાસ કરવાની માગણી કરી છે.તેમજ તેમણે કહ્યું કે,મોર ખાય,ચોર ખાય,મસલ્સ પાવર ખાય,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે.આ પાછળ રેશનિંગ દુકાનદારોનું કહેવા મુજબ,તેમને નહીવત કમિશન ઉપર TDS કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આગામી સમયમાં દુકાનદારોની પડતર માગણીઓને જો પુરવઠા વિભાગ પૂરી નહીં કરે તો તેમણે લડત આપવાની હાકલ કરી છે.પ્રહલાદ મોદીએ સસ્તા અનાજના દુકાનદારોને વગર પગારે TDS કાપી લેતા સરકારને ચીમકી આપી કહ્યું કે, દુઃખ સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરત ઊભી થઈ.રેશનિંગના દુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું.કોરોનાની ભયંકરતા છતાં રેશનિંગ દુકાનદારોએ ગુજરાતની આબરું સાચવવાનો પ્રયાસ કર્યો.જે બદલ અમને મુખ્યમંત્રી,અધિકારીઓ તરફથી અભિનંદન મળ્યા.આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમને એક રૂપિયો પણ ફાળવાયો નથી.
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું- ઘણા દુકાનદારો બેહાલ છે અને તેમની પાસે પૈસા નથી.મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો પણ આપતા નથી.આવી પરિસ્થિતિમાં અમારે ગુજરાત સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જો તમે અમારા પડતર પ્રશ્નો વિશે વિચાર નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા વિશે વિચારવું પડશે અને જેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રહેશે.ગુજરાતમાં પુરવઠા વિભાગમાં જે-જે કર્મચારીઓ અને અધિકારીઓએ કામ કર્યા છે તેમની આવકના સ્ત્રોતની તપાસો એટલે તમને ખબર પડશે કે કાળાબજારી અને ભ્રષ્ટાચારી કોણ હતા. તપાસવાની તૈયારી સરકારની હોવી જોઈએ.જેમ કહેવતમાં કહ્યું છે, મોર ખાય, ચોર ખાય પછી ખેડૂતનો દીકરો ખાય એમ અમારે પણ એ પરિસ્થિતિ છે.મોર ખાય,ચોર ખાય,મસલ્સ પાવર ખાય,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે.


