– વર્ષ 1981માં જર્મન-સ્વીસ કંપનીઓ પર હુમલા અંગે ઘટસ્ફોટ
– હુમલાની જવાબદારી દ. એશિયામાં પરમાણુ હથિયારોના અપ્રસાર સંગઠને લીધી હતી : આ સંગઠન પછી ક્યારેય સામે આવ્યું નહીં
જેરુસલેમ, તા.૪ : વર્ષ ૧૯૮૧માં પાકિસ્તાનના તત્કાલિન ગુપ્ત પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલી જર્મન અને સ્વીસ કંપનીઓ અને તેના કર્મચારીઓને નિશાન બનાવતા કરવામાં આવેલા બોમ્બ હુમલા પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ હોવાનો એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે.સ્વિસ અખબાર ન્યૂ ઝુર્ચર જિતુંગના અહેવાલ મુજબ અજ્ઞાત ગૂનેગારોએ ફેબુ્રઆરી અને નવેમ્બર ૧૯૮૧ વચ્ચે આ કંપનીઓ અને વ્યક્તિઓ પર ત્રણ બોમ્બ હુમલા કર્યા હતા,જેમાં માત્ર સંપત્તિને નુકસાન થયું હતું.કોઈનું મોત નહોતું થયું.
જેરુસલેમ પોસ્ટ અખબારે એક અગ્રણી સ્વિસ દૈનિકના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાએ આવી કંપનીઓની પ્રવૃત્તિઓને રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી જર્મન અને સ્વિસ કંપનીઓ પર ત્રણ બોમ્બ હુમલા થયા હતા.પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી સજ્જ ઈસ્લામિક રાષ્ટ્ર બનવાની સંભાવનાથી ઈઝરાયેલને આશંકા હતી કે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.સ્વિસ દૈનિક ન્યૂ જર્ચર જીતુંગના અહેવાલ મુજબ જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં કંપનીઓ અને વ્યક્તિઓ પર કરાયેલા હુમલા ઉપરાંત કંપનીઓના અધિકારીઓને ધમકીભર્યા અનેક ફોન કોલ પણ કરાયા હતા.એટલું જ નહીં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને ટેકનિકલ અથવા સાધનો પૂરા પાડવાની શંકા હોય તેવી અન્ય કંપનીઓને પણ ધમકીભર્યા ફોન કોલ થયા હતા.
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ક્યારેક ફોન કરનારા લોકોએ ધમકીઓને ટેપ કરવાની પણ વાત કરી હતી.આશંકા છે કે આ હુમલાઓ પાછળ મોસાદનો હાથ હતો. સ્વિસ ઈતિહાસકાર એડ્રિયન હેનીએ મીડિયા અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે મોસાદ જર્મન અને સ્વિસ કંપનીઓ પર બોમ્બ હુમલામાં સામેલ હતું.જોકે, મોસાદને બોમ્બ વિસ્ફોટો સાથે સંડોવતા કોઈ પુરાવા મળ્યા નથી,પરંતુ હુમલામાં એક ગુપ્ત સેવા હસ્તાક્ષર હતા.હૈનીએ કહ્યું કે જર્મન અને સ્વિટ્ઝર્લેન્ડમાં બોમ્બ વિસ્ફોટ પણ એવા બોમ્બ હુમલાઓની એક શ્રેણી હતી,જે મોસાદે બે વર્ષોમાં પશ્ચિમી યુરોપમાં ઈરાકી પરમાણુ હુમલાઓના સંદર્ભમાં કર્યા હતા.
રિપોર્ટ મુજબ દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારોના અપ્રસાર સંગઠને જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા વિસ્ફોટોની જવાબદારી લીધી હતી. આ સંગઠન અંગે ત્યાર પછી ક્યારેય કશું સાંભળવા મળ્યું નથી. સ્વિસ અખબારે જણાવ્યું કે, પાકિસ્તાન અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને ૧૯૮૦ના દાયકામાં પરમાણુ હથિયારો વિકસાવવા પર સાથે મળીને કામ કર્યું હતું, જેમાં જર્મન અને સ્વિસ કંપનીઓએ તેમના પરમાણુ કાર્યક્રમમાં મદદ કરી હતી.વર્ષ ૧૯૮૧માં સ્વિસ કંપની કોરા એન્જિનિયરિંગના એક ટોચના કર્મચારીના ઘરે ૨૦ ફેબુ્રઆરીના રોજ પહેલો, જર્મનીના માર્કડોર્ફમાં વાલિસ્ચમિલર કંપનીના કારખાનામાં ૧૮મી મેના રોજ બીજો અને જર્મનીના એર્લોગેનમાં એન્જિનિયર હેંજ મેબસની ઓફિસમાં ૬ નવેમ્બરે ત્રીજો વિસ્ફોટ થયો હતો.