By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોસાળે જમણ ને મા પિરસનારી કહેવાતી કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના 13,721 કરોડ લેવાના બાકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મોસાળે જમણ ને મા પિરસનારી કહેવાતી કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના 13,721 કરોડ લેવાના બાકી
GandhinagarGeneralGujarat Now

મોસાળે જમણ ને મા પિરસનારી કહેવાતી કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના 13,721 કરોડ લેવાના બાકી

HM News
Last updated: 17/03/2021 9:19 AM
HM News
4 years ago
Share
SHARE

– ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા બહાર આવી

કેન્દ્ર સરકારના ગુણગાન ગાતી રાજ્ય સરકાર વારંવાર નરેન્દ્ર મોદી સરકારને મોસાળે જમણ અને મા પિરસનાર,ત્યારે ગુજરાતની જનતા માટે કરોડોના પ્રોજેક્ટ આપી રહ્યા છે,પરંતુ કેન્દ્રીય વેચાણવેરા પેટે 13721.92 કરોડની જંગી રકમ ગુજરાત સરકારની લેણી હોવા છતાં એ ચૂકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાની ચોંકાવનારી માહિતી વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં બહાર આવી છે.

ગુજરાત સરકારે માર્ચ 2020ના અંતે વિવિધ કરવેરા પેટે રૂ.51519.41 કરોડ વસૂલવાના બાકી હોવાનું બજેટમાં દર્શાવ્યું છે.આમાં વિવાદાસ્પદ વેરાની રકમ 24979.74 કરોડ અને બિનવિવાદાસ્પદ વેરાની રકમ 29539.74 કરોડ છે.આમાં વેટ કેન્દ્રીય વેચાણવેરો, સ્ટેમ્પ ડયૂટી નોંધણી ફી,મોટર્સ સ્પિરિટ કર ઈલેક્ટ્રિક ડ્યૂટી રાજ્ય આબકારી,મોટર વાહન કર સામેલ થાય છે.

1 વર્ષમાં રૂ. 8586.82 કરોડની નવી બાકી વસૂલાત

માર્ચ 2019ના અંતે કુલ બાકી વસૂલવાની રકમ 42932.59 કરોડ હતી, એટલે કે 2019-20ના એક વર્ષમાં રૂ 8586.82 કરોડની નવી બાકી વસૂલવાની ઊભી થાય છે.ફુલ વસૂલાતની બાકી રકમ છે,તેમાં સૌથી વધુ નાણાં કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય વેચાણવેરા પેટે વસૂલવાના થાય છે,જેની રકમ 13721.92 કરોડ થવા જાય છે.

બિનવિવાદાસ્પદ કરની રકમ હજારો કરોડમાં

વિધાનસભામાં રજૂ થયેલા બજેટના આંકડા મુજબ,સ્ટેમ્પ ડ્યુટી પેટે 243 કરોડ,મોટર્સ સ્પિરિટ કર પેટે 491 કરોડ,સેસપેક 2.64 કરોડ,વાહનકર પેટે 213 કરોડ ઈલેક્ટ્રિક ડ્યૂટી પેટે 161 કરોડ અને અન્ય કરવેરા પેટે 32107 કરોડ બાકી લેણાં સરકારના ચોપડે બોલી રહ્યાં છે.રાજ્ય સરકારે બજેટમાં રજૂ કરેલા આંકડા મુજબ,જે વસૂલાત બાકી છે એમાં સૌથી વધુ વેચાણ વેરા પેટેની રકમ છે તો બીજા ક્રમે વિવાદાસ્પદ કર અને બિનવિવાદાસ્પદ કરની રકમ હજારો કરોડના આંકને પહોંચી ચૂકી છે. બિનવિવાદાસ્પદ અને વિવાદાસ્પદ કરની રકમ છેલ્લાં 10 વર્ષની જોઈએ તો 8158.52 કરોડ વિવાદાસ્પદ અને 5563.40કરોડ બિનવિવાદાસ્પદ કરની થાય છે દસ વર્ષથી વધુ સમયથી બિનવિવાદાસ્પદ કરની રકમ 3620 કરોડ વસૂલવાની બાકી છે.

6 કલાકમાં અતિતીવ્ર બનશે વાવાઝોડું, બિપરજોય’ વાવાઝોડામાં તબાહી મચાવશે
ભાજપે રાહુલ ગાંધી પર મૂક્યો ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- અમિત શાહને હાંકી કાઢો
એકનાથ શિંદે સાથે શિવસેનાના બળવાખોર સંસદસભ્યોનું પણ ગ્રુપ?
રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા
HM EXCLUSIVE : સુરત જિ.ભાજપ સંગઠનના નવા પ્રમુખપદે બિરાજવા ભાજપમાં લોબિંગ પૂરજોશમાં
Share This Article
Facebook Email Print
Previous Article સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ટીપ્પણી,ગઝનીને હીરો ગણાવનારા શખ્સની હરિયાણાના પાણીપતથી ધરપકડ
Next Article સુરતમાં એક વેપારીએ બીજા વેપારીને દુકાનમાં ઘૂસી ફટકાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up