કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની સુસાઈડ નોટને આધારે ઉધ્ધવ ઠાકરે સરકાર પહેલું પાનું ઉતરતાં ભાજપમાં ગભરાટનો માહોલ છે.ઉધ્ધવ સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખે સુસાઈડ નોટમાં ભાજપના નેતા અને કેન્દ્રશાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલનું નામ હોવાનો દાવો કર્યો છે.દેશમુખે એવો મમરો પણ મૂક્યો છે કે,આ સુસાઈટ નોટમાં જેમનાં નામ હશે તેમને છોડવામાં નહીં આવે.

મોહન ડેલકરે મુંબઈની હોટલમાં આપઘાત કરતાં પહેલાં 15 પાનાંની સુસાઈડ નોટ લખી હતી.આ નોટ અત્યારે મુંબઈ પોલીસ પાસે છે તેથી ઉધ્ધવ ઠાકરે સરકાર તેનો ઉપયોગ ભાજપની નેતાગીરીને દબાવવા કરશે એવી ભાજપમાં ચિંતા છે.ઉધ્ધવ સરકારે પ્રફુલ્લ પટેલનું નામ લઈને આ સંકેત આપી દીધો છે.
ભાજપનાં સૂત્રોના મતે,ઉધ્ધવ ઠાકરે મોટા ખેલાડી છે તેનો પરચો તેમણે ટીઆરપી સ્કેમનો ઉપયોગ સુશાંત સિંહ રાજપુત કેસમાં કેન્દ્રીય એજન્સીઓની તપાસ બંધ કરાવડાવીને આપી દીધો છે.આ સ્કેમમાં મળેલા પુરાવાનો ઉપયોગની મદદથી ઉધ્ધવે કેન્દ્રનું નાક દબાવીને ભાજપની હવા કાઢી નાંખી હતી.


