– પોલીસ બદોબસ્ત ગોઠવાયો,મામલતદારે સમર્થકોને સમજાવ્યા
સંઘપ્રદેશ : સંઘપ્રદેશ દાનહના સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરના આત્મહત્યા બાદ મુંબઈ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી.ફરિયાદમાં આરોપી તરીકે નવ નામો લખાવ્યા હતા.જેમાથી દિલીપ તલાટીનુ પણ છે.સાંસદના આપઘાત કેસના 25 દિવસ પછી પણ આરોપી સામે હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.સમર્થકોએ બુધવારે આરોપી તલાટી દિલિપ પટેલની હોટલ ગ્રીન લેન્ડ,ખાતે મેઈન દ્વાર પાસે ચક્કાજામ કરી દિલીપ તલાટીને અરેસ્ટ કરો અને જ્યા સુધી અરેસ્ટ નહિ કરે ત્યાં સુધી હોટલ ચાલવા નહિ દઈએ એવા નારા લગાવ્યા હતા.
આ વિરોધ જોતા હોટલની બહાર પોલીસ બંદોબસ્ત મુકી દેવામા આવ્યો હતો.મામલતદાર તીરથરામ અને એમની ટીમ આવી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.છતા પણ ના માનતા મામલતદારની ટીમ હોટલમાં જઈ એમના સ્ટાફને હોટલ બંધ રાખવા સુચના આપી હતી.વિરોધ જોતા સેલવાસમા કેટલીક જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો છે.
સરકારી કાર્યક્રમનો વિરોધ કરાયો
દાનહ જીલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારી અને પદાધિકારીએ સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જીલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામા પંચાયતથી લઇ સચિવાલય સુધી રેલી કાઢી હતી.


