By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ
GeneralNational

મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ

HM News
Last updated: 10/05/2022 4:29 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 10 મે 2022, મંગળવાર : પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરના પરિસરમાં સોમવારે રાત્રે રોકેટ-સંચાલિત ગ્રેનેડ અથવા આરપીજી હુમલો કરવામાં આવ્યો હતો, જેણે બિલ્ડિંગના એક માળની બારીનો કાચ તોડી નાખ્યો હતો. જોકે, આ વિસ્ફોટમાં કોઈ ઘાયલ નથી થયું પરંતુ રાજકીય પક્ષોએ તેને ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના ગણાવી હતી.પોલીસે આ હુમલાને આરપીજી હુમલો ગણાવ્યો છે અને બ્લાસ્ટને સામાન્ય ગણાવ્યો છે.રવિવારે પંજાબ પોલીસે તરનતારન જિલ્લાના એક ગામમાંથી બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 1.5 કિલો આરડીએક્સ જપ્ત કર્યું હતું.મળતી માહિતી પ્રમાણે પંજાબ પોલીસે આતંકી ઘટનાનો ઈનકાર કર્યો છે.ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ કોઈ આતંકવાદી ઘટના નથી.આ બ્લાસ્ટ મોહાલી વિજિલન્સ બિલ્ડીંગમાં થયો હતો.

મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે.મુખ્યમંત્રી સતત અધિકારીઓના સંપર્કમાં છે.24 એપ્રિલે ચંદીગઢની બુડૈલ જેલ પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવ્યાના થોડા દિવસો બાદ બ્લાસ્ટની આ ઘટના બની છે.આ વિસ્ફોટ સાંજે લગભગ 7:45 વાગ્યે મોહાલીના સેક્ટર 77 સ્થિત ઓફિસમાં થયો હતો.વિસ્ફોટના કારણે બિલ્ડિંગના એક માળની બારીના કાચ તૂટી ગયા હતા.પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ વિસ્ફોટ કારમાં સવાર શકમંદોએ કર્યો હતો.મોહાલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સાંજે 7.45 વાગ્યે SAS નગરના સેક્ટર 77માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરના પરિસરમાં એક નાનો વિસ્ફોટ થયો હતો.કોઈ નુકસાનના અહેવાલ નથી.વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હુમલો આરપીજીથી થયો છે.આરપીજી એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પરંતુ પંજાબ પોલીસે આતંકી હુમલાની પુષ્ટિ કરી નથી.પંજાબ પોલીસનું કહેવું છે કે આ એક નાનો વિસ્ફોટ હતો.

અમદાવાદમાં તમે રથયાત્રા નહીં કાઢો તો અમે કાઢીશું : વિશ્વ હિન્દુ પરિષદ
8 લાખથી વધુ શરણાર્થી રોહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશએ ટાપુ પર મોકલી આપ્યાં
દિલ્હીમાં 2 લાખ કરતા વધુ લોકો થઈ શકે છે કોરોનાનો શિકાર- ICMR
ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ૬.૫૮ કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામોને મંજૂરી
PM મોદીનુ નામ લખાવવા માટે બનાવાયુ નવુ સંસદ ભવન : સંજય રાઉત
Share This Article
Facebook Email Print
Previous Article તળાજાના ટીમાણાનો વોન્ટેડ આરોપી પિસ્ટલ સાથે ઝડપાયો
Next Article મહારાણા પ્રતાપ, ટાગોર અને ગોખલેને જન્મ-જ્યંતિ નિમિત્તે મોદીએ શ્રદ્ધાંજલી અર્પી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up