મૌજપુરમાં છોકરાએ હાથમાં પિસ્તોલ લઇ આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યુ,પરિસ્થિતિ તંગ
ન્યુ દિલ્હી,તા.૨૪
દિલ્હીનાં મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થકો સામસામે છે. બંને તરફથી જોરદાર પથ્થરમારો થઈ રહ્યો છે અને અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી છે. આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક છોકરો હાથમાં પિસ્તોલ લઇને ફાયરિંગ કરી રહ્યો છે. મૌજપુરથી જાફરાબાદવાળા રસ્તા પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું હોવાના સમાચાર છે.
વિડીયોમાં મૌજપુરથી જાફરાબાદવાળા રસ્તા પર એક છોકરો હાથમાં બંદૂક લઇને ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. છોકરો પોલીસની સામે ફાયરિંગ કરી રહ્યો હતો. આ છોકરાએ લગભગ ૮ રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસવાળાઓએ છોકરાને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે રોકાયો નહીં અને તાબડતોડ ફાયરિંગ કરતો રહ્યો. મૌજપુરમાં સીએએ સમર્થકો અને વિરોધીઓની વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. ગઈકાલની હિંસા બાદ આજે ફરી બંને પક્ષોની વચ્ચે પથ્થરમારો થયો. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલો હંગામો બપોરે વાગ્યા સુધી ચાલતો રહ્યો. બંને જૂથો વચ્ચે પથ્થરમારો અત્યારે થંભ્યો છે.
સવારે સ્થિતિ એટલી બેકાબૂ હતી કે પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડયો. આખા વિસ્તારમાં પૈરામિલિટ્રી પોર્સ ઉપરાંત દિલ્હી પોલીસનાં જવાન તૈનાત છે, પરંતુ ભીડ હજુ પણ ત્યાં છે. સીએએ વિરુદ્ધ રવિવારનાં પ્રદર્શન દરમિયાન જાફરાબાદ, મૌજપુર અને દયાલપુરમાં થયેલી હિંસા મામલે પોલીસે ૪ હ્લૈંઇ નોંધી છે. રવિવારનાં અલગ અલગ વિસ્તારોમાં ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત એક અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયો હતો.
મૌજપુરમાં સીએએ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ, હેડ કોન્સ્ટેબલનું મોત
Leave a Comment