દેશભરમાં કોરોનાવાયરસ ફેલાવતા મૌલાના સાદનો ક્વોરન્ટાઇન સમય પૂરો થઈ ગયો છે. હવે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મૌલાના સાદને કારણે જ તબલીગી જમાતના લોકોએ દેશના વિવિધ રાજ્યોમાં જઈને કોરોનાનો ચેપ ફેલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પોલીસે મૌલાના સાદને 2 નોટિસ મોકલી હતી અને તેઓને તપાસમાં જોડાવા જણાવ્યું હતું. પરંતુ મૌલાનાએ પોતે સ્વતંત્ર હોવાના કહેતા તેઓએ આગળ આવવાની ના પાડી હતી. સાથે જ નોટિસના જવાબમાં, એમ કહેવામાં આવ્યું હતું કે મરકજ બંધ હતું જેથી વધારે જાણકારી આપી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે દરોડા પાડી તબલીગી જમાતના મરકજમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવ્યા હતા અને તેમની તપાસ કરી હતી. હવે પોલીસ વહેલી તકે મૌલાના સદની ધરપકડ કરવા માંગે છે જેથી આ સમગ્ર મામલો વહેલી તકે ખુલાસો થશે.