અમદાવાદ : શુક્રવાર,17 જુન,2022 : ઈકો ફ્રેન્ડલી ફ્રાઈડે કેમ્પેઈન અંતર્ગત આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા ઈ-રીક્ષામાં મ્યુનિ.કચેરીએ પહોંચ્યા હતા.અન્ય અધિકારીઓમાં ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ બીઆરટીએસ બસમાં દાણાપીઠ કચેરી પહોંચ્યા હતા.મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટે રથયાત્રાના રુટ ઉપર સાઈકલથી તૈયારીનું નિરિક્ષણ કર્યુ હતું.ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર ગોવિંદ મકવાણા રાણીપથી ઉસ્માનપુરા કચેરી ચાલતા પહોંચ્યા હતા.ડોકટર તેજસ શાહ એએમટીએસ બસમાં જયારે ડોકટર દક્ષા મૈત્રક બીઆરટીએસ બસમાં કચેરી પહોંચ્યા હતા.


