બેન્કને બચાવનાર રોકાણકારોના કહેવાથી ૮૬૯૦ કરોડનાં બોન્ડની રકમ માંડવાળ કરી દેવાઇ
નવી દિલ્હી,તા.૧૮ : ડૂબતા ડૂબતા બચાવી લેવાયેલી ખાનગી યસ બેન્કના ખાતેદારોના ચહેરા પર મલકાટ હશે.કેમ કે જે પ્રતિબંધ નાણાં ઉપાડવાનો મૂકવામાં આવ્યો હતો તે દૂર થવા જઈ રહ્યો છે,પરંતુ આ બેન્કના જેમણે વધારાના ટિયર-૧ પ્રકારના બોન્ડ ખરીધા હતા તે અંદાજે ૮ હજાર કરોડના બોન્ડ હવે રાતોરાત ઝીરો થઈ ગયા છે!આ બોન્ડધારકોને અકિલા બોન્ડમાં કરેલા રોકાણનો એક રૂપિયો પણ મળવાનો નથી.કેમ કે સત્તાવાળાઓએ બેન્કને બચાવવા અને દેવાંની જવાબદારી ઓછી કરવા બોન્ડધારકોના આ બોન્ડની રકમ માંડવાળ(રાઇટ ઓફ) કરી નાખી છે!સાદા શબ્દોમાં કડીએ અકીલા તો ૮ હજાર કરોડની કિંમતના બોન્ડધારકોને રાતા પાણીએ નવડાવી દેવામાં આવ્યા છે.સરકાર, રિઝર્વ બેન્ક કે એસબીઆઇ એમ કોઈએ પણ તેની જવાબદારી લીધી નથી.સૂત્રોએ જણાવ્યું કે સામાન્ય રીતે આ પ્રકારના બોન્ડને સુરક્ષિત એટલે કે બેન્ક ડૂબે તો પણ રકમ પરત મળશે એવી આશા રાખવામાં આવે છે,પરંતુ માંડવાળના નિર્ણયથી મોટી સંખ્યામાં રોકાણકારો આશ્યર્યચકિત થઈ ગયા છે કારણ કે બોન્ડ્સ સામાન્ય રીતે ઇકિવટી કરતાં શ્રેઠ માનવામાં આવે છે,અને શેર છે ત્યારે બોન્ડ શા માટે માંડવાળ કરવા જોઈએ એવો પણ એક સવાલ થઈ રહ્યો છે.જરૂરી કેપિટલ ફ્રેમવર્ક માટે યસ બેન્ક દ્વારા બે તબક્કામાં ઈશ્યુ થયેલ ટાયર-૧ બોન્ડ અંગે યસ બેન્કને ખાડામાંથી બહાર લાવી રહેલ યસ બેન્કના સત્તાવાળાઓએ પણ મૌન સેવ્યું છે અને એવો દાવો કર્યો કે ૮૦૦૦ કરોડના ટાયર-૧ બોન્ડ અંગે અમારા પર યસ બેન્કનું કોઈ દેવું નહીં.ત્યારે રિઝર્વબેન્કના ગવર્નર શકિતકાંત દાસનું કહેવું છે કે બધા જ નિર્ણયો યસ બેન્કના હિતમાં લેવામાં આવ્યા છે,પરંતુ ૮ હજાર કરોડની કિંમતના બોન્ડ અંગે સોમવારે આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે એવો ખુલાસો કર્યો કે ૮ હજારની કિંમતના બોન્ડ માંડી વાળવા એ યસ બેન્ક અને રોકાણકારો વચ્ચેના કરારની શરતોને આધિન છે.એટલે કે બેન્કને બચાવનારાઓ એસબીઆઇ સહિતના રોકાણકારોએ આ ૮ હજાર કરોડના બોન્ડની રકમ બોન્ડધારકોને પરત ચૂકવવાની કોઈ જવાબદારી લીધી નથી અને જેમની પાસે યસ બેન્કના આ પ્રકારના બોન્ડ છે તેમની કિંમત હવે શૂન્ય થઈ ગઈ છે અને તેમને હવે તે પેટે ફૂટી પાઈ પણ રાણા કપૂરની બેન્ક પાસેથી મળી શકે તેમ નથી.


