જેરૂસલેમમાં આવેલી અલ-અક્સ મસ્જિદ ઈસ્લામમાં ત્રીજી સૌથી મહત્વની પવિત્ર મસ્જિદ છે. કહે છે કે મોહમ્મદ પૈયગમ્બર સાહેબે આ મસ્જિદમાં નમાઝ અદા કરી હતી.આ વિવાદને સમજવા માટે ટેમ્પલ માઉન્ટ અને વેસ્ટર્ન વોલ વિશે પણ સમજવું જરૂરી છે.આખા પરિસરમાં પાસ-પાસે જ અલ-અક્સ મસ્જિદ, ડોમ ઓફ ધ ચેન, ડોમ ઓફ ધ રોક અને વેસ્ટર્ન વોલ છે.કહે છે કે ડોમ ઓફ ધ રોકથી જ મોહમ્મદ પૈયગમ્બર સાહેબનું સ્વર્ગારોહણ થયું હતું.બરાક નામના ઘોડા પર સવાર થઈને તેમણે આ પથ્થર પરથી જ છેલ્લી વખત ઉડાન ભરી હતી.મુસ્લિમો કહે છે કે ડોમ ઓફ ધ રોકની પ્રતિકૃતિ ડોમ ઓફ ધ ચેન છે.યહૂદીઓ ડોમ ઓફ ધ ચેનની અલગ કહાની કહે છે.ડોમ ઓફ ધ ચેનથી ઈઝરાયેલના મહાન રાજા સોલોમન ચુકાદો આપતા હતા. એટલે ડોમ ઓફ ધ ચેનના આખા વિસ્તારમાં યહૂદીઓ તેમનો દાવો કરે છે.વેસ્ટર્ન વોલ યહૂદીઓ માટે પવિત્ર છે.આ સ્થળે જ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના ઉદય પહેલાં ટેમ્પલ માઉન્ટમાં યહૂદીઓનું પૂજા સ્થળ હતું.અત્યારે ત્યાં મંદિર નથી એટલે યહૂદીઓ એ દીવાલની જ પૂજા કરે છે, તેથી હવે એ દીવાલ પવિત્ર મનાય છે. દીવાલ-મસ્જિદ સહિતનું બધું એક જ પરિસરનો હિસ્સો હોવાથી ઘર્ષણ થતું રહે છે.આ પરિસરમાં કુલ ૧૧ દરવાજા છે. એમાંથી ૧૦ દરવાજા મુસ્લિમો માટે ફાળવાયા છે.માત્ર એક જ દરવાજો યહૂદીઓ માટે અપાયો છે.એ દરવાજેથી જ યહૂદીઓ વેસ્ટર્ન વોલ પહોંચે છે.બંને ધર્મોનો પવિત્ર તહેવાર ચાલતો હોય ત્યારે એટલા માટે જ ઘર્ષણ પણ થાય છે.


