– અભિનેત્રીએ ટિપ્પણી બદલ માફી માંગી
– ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રીને ટીવી શોમાં બે મહિના માટે સસ્પેન્ડ કરાઈ
નવી દિલ્હી : અમેરિકન અભિનેત્રી વ્હૂપી ગોલ્ડબર્ગને ટોક શોમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.તેણે નાઝીઓ દ્વારા ૬૦ લાખ યહૂદીઓના કરવામાં આવેલા નરસંહારને અંગે જણાવ્યું હતું કે તે ફક્ત વંશીય ભેદભાવના લીધે કે જાતિગત શ્રેષ્ઠતા માટે કરાયો ન હતો.ટોક શો ધ વ્યુમાં આ પ્રકારના નિવેદન બદલ માફી માગવા છતાં પણ ચેનલના હેડે તેને સસ્પેન્ડ કરી છે.ચેનલના હેડ કિમ ગોડવિને જણાવ્યું હતું કે તેમનું માનવું હતું કે આટલું પૂરતું નથી.ગોડવિને જણાવ્યું હતું કે ગોલ્ડબર્ગની આ પ્રકારની ખોટી અને આઘાત પહોંચાડનારી ટિપ્પણી બદલ હું તેને ટોક શોમાંથી બે સપ્તાહ માટે સસ્પેન્ડ કરું છું.તેમણે ટીવી ચેનલના ટ્વિટર એકાઉન્ટ પર આ વાત કહી હતી.
ગોડવિને જણાવ્યું હતું કે વ્હૂપીએ માફી માંગી છે, પરંતુ મેં તેને જણાવ્યું છે કે તેની ટિપ્પણીની અસર અંગે તે જાતે જ વિચારે અને સમજે અને તેના માટે પૂરો સમય લે.ઓસ્કાર વિજેતા ટીવી પર્સનાલિટીએ એબીસીના શો ધ ટોકમાં જણાવ્યું હતું કે નરસંહારમાં બે શ્વેત લોકોના સમૂહ જોડાયેલા હતા.આજના શોમાં હું કહું છું કે નરસંહાર ફક્ત ફક્ત વંશીય ભેદભાવના લીધે જ થયો ન હતો,પરંતુ માનવીની માનવી પ્રત્યેની અમાનવીયતાના લીધે થયો હતો.હું કહીશ કે કદાચ બંને કારણ જવાબદાર હતા, એમ ગોલ્ડબર્ગે સોમવારે મોડેથી ટ્વિટર પર માફી માંગતા લખ્યું હતું.
સમગ્ર વિશ્વમાં યહૂદી લોકોએ મને સમર્થન આપ્યું છે અને તેઓ આ નરસંહારને ક્યારેય માફ નહી કરે.તેમને દુ:ખ પહોંચાડવા બદલ હું દિલગીરી વ્યક્ત કરુ છું.ગોલ્ડબર્ગની ટિપ્પણી પછી ટીકાકારો મેદાનમાં કૂદી પડયા હતા કે આ નરસંહારનું મુખ્ય કારણ વંશીય ભેદભાવ જ હતો.નાઝી પોતાને શ્રેષ્ઠ જાતિના સમજતા હતા.


