યુએઇમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડીઓને પાંચ વર્ષની જેલ, રૃ બે કરોડનો દંડ થશે

HM News
2 Min Read
  • નવા નિયમો બીજી જાન્યુઆરી, ૨૦૨૨થી અમલમાં આવશે.સત્તાવાળાઓ દ્વારા માન્યતા અપાઇ ન હોય તેવી ક્રિપ્ટો કરન્સીને પ્રમોટ કરવી પણ અપરાધ ગણાશે

દુબઇ,તા. ૨૮ : ક્રિપ્ટોકરન્સી કૌભાંડોને અટકાવવા માટે યુનાઇટેડ આરબ અમિરાત(યુએઇ)એ કડક નિયમો બનાવ્યા છે.નવા નિયમો મુજબ ક્રિપ્ટો કરન્સી દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી આચરનારને પાંચ વર્ષની જેલની સજા થશે.આ ઉપરાંત આવા પ્રકારના કૌભાંડીને અંદાજે બે કરોડ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.આ નવા કાયદાનો અમલ બે જાન્યુઆરી, ૨૦૨૨થી કરવામાં આવશે.

ક્રિપ્ટો કરન્સી નામે ચાલતા કૌભાંડમાં પ્રાઇવેટ કી અથવા કોડ મેળવી લેવામાં આવે છે.ક્રોમ્પ્રોમાઇઝ્ડ ડિજિટલ વોલેટમાં ક્રિપ્ટો કરન્સી મોકલવાના નામે આ કૌભાંડ આચરવામાં આવે છે.યુએઇના એડવોકેટ ડો. હસન અલહેસના જણાવ્યા અનુસાર કલમ ૪૮ મુજબ ગેરમાર્ગે દોરતી જાહેરાત અને અયોગ્ય ડેટા ઓનલાઇન મૂકવો ગુનો ગણાશે.દેશમાં માન્યતા આપવામાં ન હોય તેવી ક્રિપ્ટો કરન્સીને પ્રમોટ કરનારાઓ પણ દોષિત ગણાશે.

ઉલ્લેખનીય છે કે અગાઉના નિયમોમાં ક્રિપ્ટો કરન્સીને પ્રમોટ કરવું પ્રતિબંધિત હતું પણ તેમાં આવી વ્યકિતને સજા કરવાની જોગવાઇ ન હતી.સત્તાવાળાઓ પાસેથી લાયસન્સ મેળવ્યા વગર જે લોકો ગેરકાયદે ક્રિપ્ટો કરન્સીને પ્રમોટ કરશે તેમ ૨,૫૦,૦૦૦ દિરહમથી લઇને ૧૦ લાખ દિરહમનો દંડ થઇ શકે છે.

હેકર્સ ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે.એક અંદાજ મુજબ  કુલ ૫૮,૬૯૮ કરોડ રૃપિયાની છેતરપિંડી આચવામાં આવી હતી.૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં ક્રિપ્ટો કરન્સીને લગતા કૌભાંડોની  સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવેમ્બરમાં યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(એફબીઆઇ)એ બિટકોઇન એટીએમ અને ક્યુઆર કોડનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરનારા સાયબર ક્રિમિનલોને ચેતવણી આપી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *