ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક હરીફ જો બિડેનના હિન્દુ સમર્થકો વચ્ચે રાજકીય વિભાજન વધતું જાય છે.અમેરિકાની ચૂંટણી માટે બે સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે અને કેટલાક રાજ્યોમાં વહેલી ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે આ પરિસ્થિતિ છે દર્શાવે છે કે અમેરિકામાં હિન્દુઓનું રાજકીય મહત્ત્વ વધી રહ્યું છે,અને તેમના વોટ અંકે કરવા માટે ટ્રમ્પ અને બિડેન પ્રયાસ કરી રહ્યા છે.તાજેતરમાં અમેરિકન હિન્દુઓના વોટ અંકે કરવા માટે ટ્રમ્પ અને બિડેનના હિન્દુ સમર્થકો વચ્ચે વર્ચ્યુઅલ ડિબેટ પણ યોજાયું હતું.
હિન્દુ સમુદાયને આકર્ષવા બન્ને હરીફની મથામણ
અમેરિકાના આ ધાર્મિક લઘુમતી સમુદાયને આર્કિષત કરવા માટે ટ્રમ્પ અને બિડેનના પ્રચારમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અમેરિકામાં હિન્દુઓ ચોથા ક્રમનો સૌથી મોટો ધાર્મિક સમુદાય છે અને ૨૦૧૬માં અમેરિકાની કુલ વસતિમાં તેનો હિસ્સો અંદાજે ૧ ટકા હતો.બિડેને સપ્ટેમ્બરમાં તેના પ્રચારમાં હિન્દુ અમેરિકન્સ ફોર બિડેન કેમ્પેઇન પણ લોંચ કર્યું હતું જ્યારે ટ્રમ્પે ઓગસ્ટમાં હિન્દુ વોઇસ ફોર ટ્રમ્પની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટ્રમ્પ-બિડેનના સમર્થકોએ સામસામા આક્ષેપ કર્યા
આ વર્ચુઅલ ડિબેટમાં જ્યારે એક પક્ષ તરફથી બિડેન પર મુસ્લિમોના પિઠ્ઠુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા પક્ષે ટ્રમ્પ રેસિસ્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો.ડિબેટમાં ઓબામા-બિડેનના શાસન દરમિયાન ભારત સામેના ન્યુક્લિયર પ્રતિબંધો હટાવી લેવાના નિર્ણયને બિડેનના સમર્થકોએ ભારત તરફી વલણ તરીકે ઓળખાવ્યો હતો ત્યારે બીજી તરફ ટ્રમ્પના સમર્થકોનો આરોપ છે કે,પાકિસ્તાનની અબજો ડોલર્સ આપ્યા છે.જે સરહદ પર ત્રાસવાદને પ્રમોટ કરવા વપરાયા હતા.


