બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાના ભારત પ્રત્યપર્ણના કેસમાં હાઈકોર્ટે વિજય માલ્યાની દલીલ ફગાવી દીધી છે.અગાઉ નીચલી કોર્ટેમાં હાર બાદ વિજય માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.વિજય માલ્યા પર 9000 કરોડની ઉચાપતનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત મોકલવા અંગે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ હતી અને તેની સામે વિજય માલ્યાએ અપીલ કરી હતી.
ભારત સરકાર દ્વારા ભાગેડું જાહેર કરાયેલા વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે,ઇંગ્લેડ એન્ડ વેલ્સ હાઇકોર્ટે સોમવારે ભારતમાં તેમના પ્રત્યાર્પણ વિરૂધ્ધ અપિલને ફગાવી દીધી છે.ભારતમાં વિવિધ બેન્કોને 9 હજાર રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઇ ગયેલા માલ્યા નાણાકિય ગુનાઓને કારણે વોન્ટેડ છે. હાઇકોર્ટનાં આ ફેંસલા બાદ હવે માલ્યાનાં પ્રત્યાર્પણ પર અંતિમ નિર્ણય લેવાનો મામલો ત્યાંનાં ગૃહ પ્રધાન પ્રિતી પટેલ પાસે જશે.
માલ્યાએ 31 માર્ચે પોતાના ટ્વીટમાં કહ્યું હતું ” મેં બેંકોને સતત તેમના નાણા ચુકવવા માટે ઓફર કરી છે, તેમ છતાં બેંકો અને ઇડી પ્રોપર્ટીને મુક્ત કરવા તૈયાર નથી, વર્તમાન નાણા પ્રધાન મારી વાત સાંભળી હોત”.ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસનાં એક પ્રવક્તાએ કહ્યું સુપ્રિમ કોર્ટમાં અપિલ કરવાની પરવાનગી માટે માલ્યા પાસે 14 દિવસ છે.જો તે અપિલ નથી કરતા તો ત્યાંર બાદ 28 દિવસની અંદર હટાવી દેવામાં આવે છે, તે અપિલ કરે છે, તો અમે પરિણામની રાહ જોઇએ છિએ.