યુક્રેનના થર્મલ પાવર પ્લાન્ટ પર રશિયાનો હુમલો, હજારો ઘરોમાં વીજળી ગુલ, કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે લોકો

HM News
2 Min Read

નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2022 : રશિયાએ આજે વહેલી સવારે યુક્રેન સામે જંગનુ એલાન કરી દીધુ છે અને એ પછી યુક્રેન પર રશિયન સેના જોરદાર આક્રમણ કરી રહી છે.

યુક્રેનની રાજધાની કીવર ક્રુઝ અને્ બેલાસ્ટિક મિસાઈલ્સથી રશિયા હુમલો કરી રહ્યુ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે યુક્રેનના સૌથી ધનિક વ્યક્તિ રિનત અખ્મેતોવને બંને બાજુથી ફટકો પડી રહ્યો છે.

યુક્રેનના સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે અખ્મેતોવના લુહાન્સકા ટીપીપી પ્લાન્ટ પર રશિયન સેના ભારે ગોળાબારી કરી રહી છે.જેના પગલે પ્લાન્ટમાં આગ લાગી છે.કોમ્યુનિકેશન ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.ઓકિસજન યુનિટ અને બીજા બે યુનિટ પ ક્ષતિગ્રસ્ત થયા છે.આ પ્લાન્ટ પર હુમલાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.જેનાથી અંધારપટ જોવા મળીરહ્યો છે.

આ પ્લાન્ટ ડી ટેક એનર્જી કંપનીનો છે.જેના માલિક રિનત અખ્મેતોવ છે.આ પ્લાન્ટથી આખા લુહાન્સ્ક વિસ્તારમાં થર્મલ પાવરથી વીજળી બનાવીને સપ્લાય કરવામાં આવી છે.ડીટેક એનર્જી યુક્રેનની સૌથી મોટી એનર્જી કંપની છે.જે પવન તેમજ સૌર ઉર્જાની સાથે થર્મલ પાવર પ્લાન્ટ ચલાવે છે.

વીજ પૂરવઠો ખોરવાયા બાદ કાતિલ ઠંડીમાં યુક્રેનના લોકો ઠુંઠવાઈ રહ્યા છે.બીજી તરફ અખ્મેતોવને આ હુમલાથી કરોડો રુપિયાનુ નુકસાન થયુ છે.

અખ્મેતોવ દુનિયાના ધનિકોના લિસ્ટમાં હાલમાં 229મા સ્થાને છે.જોકે 22 દિવસમાં તેમની સંપત્તિ 864 મિલિયન ડોલર ઘટી છે.સ્થાનિક મિડિયાના કહેવા પ્રમાણે હાલના યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે અખ્મેતોવના સબંધો સારા નથી.

રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ તો ગયા વર્ષે આરોપ મુકયો હતો કે,અખ્મેતોવ રશિયા સાથે મળીને યુક્રેનમાં સત્તા પલટો કરવા માંગે છે.આ માટે એક અબજ ડોલરમાં સોદો થયો છે.જોકે અખ્મેતોવે આરોપ ફગાવી દીધા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *