મારિયુપોલ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના મારિયુપોલ શહેર પર કબજો કર્યાનો દાવો કર્યો છે.બીજી તરફ, પુતિનના જીતના દાવાથી વિપરિત અમેરિકાનું કહેવું છે કે હજુ સુધી રશિયાનું સૈન્ય યુક્રેન પર સંપૂર્ણપણે કબજો કરી શક્યું નથી.આ દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ મારિયુપોલ શહેરની બરાબર મધ્યમાં એક એવા સ્થાનની ઓળખ કરી છે, જ્યાં 200 સામૂહિક કબરો બનાવવામાં આવી છે. સેટેલાઈટ તસવીરોમાં પણ આ સામૂહિક કબરો સ્પષ્ટ દેખાઈ રહી છે.યુક્રેનના સ્થાનિક લોકોએ દાવો કર્યો કે રશિયાએ મારિયુપોલ પર કબજો કરતા સમયે 9000 સામાન્ય નાગરિકોની હત્યા કરી છે અને તેમને સામૂહિક કબરોમાં દફન કર્યા છે.મેક્સર કંપનીની સેટેલાઈટ તસવીરોમાં 200 સામૂહિક કબરો દેખાઈ રહી છે.મારિયુપોલના મેયર વદયમ બોયચેન્કોએ આરોપ લગાવ્યો કે રશિયાનું સૈન્ય પોતાના ગુનાઓને ઢાંકી રહ્યું છે.માનહૂશમાં રશિયાના સૈન્યે મારિયુપોલમાં માર્યા ગયેલા લોકોને સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે.મારિયુપોલના મેયરના સલાહકાર પેટ્રોએ જણાવ્યું કે રશિયાના સૈન્યે માનહૂશમાં કેટલીક સામૂહિક કબરો ખોદી છે, જે લગભગ 100 ફૂટ લાંબી છે.નિર્દોષ નાગરિકોની લાશોને ટ્રકોથી લઈ જવામાં આવી અને પછી લાશોને સીધી કબરોમાં ફેંકી દીધી.