કિવ, તા. 26. ફેબ્રુઆરી 2022 શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેને પોતાના નાગરિકોને હથિયાર ઉઠાવાવ માટે અપીલ કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સ્કીએ શપથ લીધા છે કે હું યુક્રેનમાં રહીને દેશની રક્ષા કરીશ.તેમણે દેશ છોડવા માટે અમેરિકાની ઓફર ફગાવી દીધી છે.
અમેરિકાએ તેમને કીવથી કાઢવા માટે પ્લેન મોકલવાનો પ્રસ્તાવ આપ્યો હતો.જોકે અમેરિકન જાસૂસી એજન્સીના અધિકારીનુ કહેવુ છે કે,જેલેન્સ્કીએ આ ઓફર નકારી કાઢીને કહ્યુ છે કે,મને લિફ્ટની જરુર નથી , દારુગોળા અને હથિયારોની જરુર છે.
આ પહેલા જેલેન્સ્કીએ એક વિડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો.જેમાં તેઓ કીવના રસ્તા પર નજરે પડી રહ્યા હતા.
આ પહેલા જેલેન્સ્કી કહી ચુકયા છે કે,હું રશિયા માટે પહેલા નંબરનો ટાર્ગેટ છું અને એ પછી મારા પરિવારનો ક્રમ આવે છે.


