નવી દિલ્હી,તા 9 માર્ચ 2022,સોમવાર : રશિયા સામે જંગ લડી રહેલા યુક્રેનને પશ્ચિમના દેશો અલગ અલગ રીતે મદદ કરી રહ્યા છે.જેના ભાગરુપે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનુ એક જેકેટ લંડનમાં હરાજીમાં મુકાયુ હતુ.આ જેકેટ પર જેલેન્સ્કીની સહી પણ છે.તેની 90000 યુરો એટલે કે 85 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી.યુક્રેનની એમ્બેસીએ કહ્યુ હતુ કે, આ હરાજીનુ આયોજન કરવા પાછળનુ લક્ષ્ય યુક્રેનના શૂરવીરોની બહાદુરીની ગાથાની લોકોને જાણ કરવાનુ અને પૈસા ભેગા કરવાનુ હતુ.
સાથે સાથે આ હરાજીમાં જેલેન્સ્કીના પત્ની ઓલેના જેલેન્સ્કાએ દાન કરેલા રમકડા તેમજ દિવગંત ફોટોગ્રાફર મેક્સ લેવિનની તસવીરો વેચવા માટે મુકવામાં આવી હતી.આ તમામ વસ્તુઓની હરાજીમાંથી 7.6 કરોડ રૂપિયા મળ્યા છે.જેનો ઉપયોગ પશ્ચિમ યુક્રેનમાં ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરમાં નવા ઈક્વિપમેન્ટ ખરીદવા માટે કરાશે.કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજર રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને જેકેટ માટે 50000 યુરોની બોલી લગાવીની હરાજીની શરૂઆત કરી હતી.