By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેનને યુરોપિયન સંઘમાં ઉમેદવારનો દરજ્જો આપવા EUની ભલામણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેનને યુરોપિયન સંઘમાં ઉમેદવારનો દરજ્જો આપવા EUની ભલામણ
GeneralInternational

યુક્રેનને યુરોપિયન સંઘમાં ઉમેદવારનો દરજ્જો આપવા EUની ભલામણ

HM News
Last updated: 18/06/2022 6:28 AM
HM News
3 years ago
Share
SHARE

કિવ : યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ એકમે શુક્રવારે યુક્રેનને યુરોપિયન સંઘ(ઈયુ)માં જોડાવવા માટે ઉમેદવારનો દરજ્જો આપવાની ભલામણ કરી છે.જેથી તે ભવિષ્યમાં ૨૭ દેશના આ સંગઠનનો હિસ્સો બની શકે.યુક્રેનને ઈયુનું સભ્યપદ આપવાનો હેતુ યુદ્ધમાં અટવાયેલા આ દેશને શાંતિનો સંકેત આપે છે.જોકે,ઈયુના સભ્યપદનું આ માત્ર પહેલું પગલું છે અને યુક્રેનને ઈયુના સભ્ય બનતા ઘણા વર્ષો લાગી શકે.રશિયાએ તાજેતરમાં પૂર્વ ડોનબાસ વિસ્તારમાં હુમલા વધાર્યા છે.તેને લીધે ત્યાંના રહેવાસીઓની હાડમારીમાં વધારો થયો છે અને ભાવિ અનિશ્ચિત બન્યું છે.ગુરુવારે લિસીચેન્સ્ક પર રશિયાના હુમલા પછી એક વૃદ્ધ રહેવાસી વીરા મીડિન્ટ્સેવાએ જણાવ્યું હતું કે,“અમે વૃદ્ધ છીએ અને અન્ય સ્થળે જવાનો વિકલ્પ નથી.

યુરોપિયન યુનિયનના ચાર નેતાએ ઈયુમાં યુક્રેનના સભ્યપદને ટેકો આપ્યો હતો.ત્યાર પછી યુરોપિયન કમિશન દ્વારા કરાયેલી ભલામણ પહેલું પગલું છે.ઈયુના સભ્ય દેશો આગામી સપ્તાહે બ્રસેલ્સ ખાતેના સમિટમાં આ ભલામણની ચર્ચા કરશે.યુક્રેનને ઈયુમાં સામેલ કરવા તમામ સભ્યદેશોની સંમતિ જરૂરી છે.રશિયા સાથેના યુદ્ધને કારણે યુરોપિયન યુનિયનની સરકારો પર યુક્રેનના ઉમેદવારી સ્ટેટસની પ્રક્રિયા ઝડપી બનાવવા દબાણ વધ્યું છે,છતાં આ પ્રક્રિયાને ઘણા વર્ષો લાગી શકે.હજુ પણ નવા સભ્યોને નાટોમાં કેટલા ઝડપથી સામેલ કરવા એ મુદ્દે યુરોપિયન યુનિયનના સભ્યોમાં મતભેદ છે.યુક્રેનની નેવીએ શુક્રવારે બ્લેક સીના વ્યૂહાત્મક ટાપુ પર એર ડિફેન્સ સિસ્ટમ લઇ જતી રશિયાની નૌકા પર હુમલો કર્યો હતો.

ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રક્રિયા હેઠળ અદાણી ગ્રુપ, સુરક્ષા, સનટેક રિયલ્ટી HDILને હસ્તગત કરવાની રેસમાં
મહુવા તાલુકાનાં તરસાડીમાં શેરડીના ખેતરમાંથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્
23 કરોડના બેંક લોન કૌભાંડમાં વધુ એકના આગોતરા જામીન નકારાયા
મહામારીને કારણે બેંકોને રૂ.12 લાખ કરોડના નુકશાનનો અંદાજ
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકામાં એક દિવસમાં 1500થી વધુ ફ્લાઇટ્સ રદ
Next Article પયગમ્બર વિવાદ મામલે કુવૈતના 30 સાંસદોની ભારત વિરુદ્ધ કાર્યવાહીની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up