નવી િદલ્હી : યુક્રેન સાથે યુદ્ધને પગલે અમેરિકા અને યુરોપે રશિયા પર ઘણા પ્રતિબંધ લાદ્યા છે.આવા જ અન્ય પગલામાં યુરોપિયન યુનિયનના નેતાઓ ૩૦ મેના રોજ ચાલુ વર્ષ પૂરું થતા સુધી રશિયાના ૯૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ માટે સંમત થયા છે.યુરોપિયન યુનિયનના નેતાઓ યુક્રેનને મદદ કરવા નવા આર્થિક પેકેજ અંગેની ચર્ચા માટેના સમિટમાં ક્રૂડની આયાત પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો.યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ચાર્લ્સ માઇકલે જણાવ્યું હતું કે,કરારમાં રશિયાથી કરાતી ક્રૂડ ઓઇલની ૬૭ ટકા આયાતનો સમાવેશ થાય છે.યુનિયનના એક્ઝિક્યુટિવ બ્રાન્ચ હેડ ઉરસુલા વોન ડર લેયને જણાવ્યું હતું કે,યુરોપિયન યુનિયનના આ પગલાથી ચાલુ વર્ષ પૂરું થતા સુધીમાં રશિયાથી કરાતી લગભગ ૯૦ ટકા આયાત ઘટવાનો અંદાજ છે.યુરોપિયન યુનિયનના નેતાઓ બેઠકમાં યુક્રેનને ૯.૭ અબજ ડોલરની સહાય કરવા સંમત થયા હતા.જોકે,હજુ એ સ્પષ્ટ નથી કે આ નાણાકીય સહાય ગ્રાન્ટ કે લોન સ્વરૂપે હશે.વિયેના ખાતેના આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રતિનિધી મિખાઇલ ઉલિયાનોવે યુરોપિયન યુનિયનના નિર્ણય અંગે ટિ્વટર પર જણાવ્યું હતું કે,“રશિયા અન્ય આયાતકારો તરફ નજર દોડાવશે.”