કીવ, તા. 25 એપ્રિલ 2022 સોમવાર : રશિયા અને યુક્રેનની વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ યુદ્ધ આજે પણ ચાલુ છે.યુક્રેનના કેટલાક શહેર આ યુદ્ધમાં તબાહ થઈ ગયા છે. રશિયાની સેનાએ યુક્રેનમાં એટલી એર સ્ટ્રાઈક કરી છે કે કેટલીક ઈમારત અને મોટા પુલ ધ્વસ્ત થઈ ગયા છે. કીવ, ખારકીવ, મારિયૂપોલ, ઈરપિનથી લઈને સૂમી સહિત કેટલાક શહેર ખંડેર થઈ ગયા છે.યુક્રેન તરફથી પણ કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે.હવે તાજેતરમાં જ યુક્રેનની એરફોર્સે દાવો કર્યો છે કે તેમણે રશિયન સૈન્ય કમાન્ડને તબાહ કરી દીધી છે. રશિયા યુક્રેનની વચ્ચે યુદ્ધને 60 દિવસથી વધારે સમય થઈ ગયો છે.યુક્રેનના કેટલાક શહેરમાં રશિયન સેના ઘૂસી ચૂકી છે, આ શહેરોમાંથી એક છે ખેરસોન.યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમના સશસ્ત્ર દળોએ ખેરસોનની પાસે એક રશિયન કમાન્ડ પોસ્ટ પર હુમલો કર્યો.જેમાં 2 રશિયન જનરલનુ મોત નીપજ્યુ અને એક ઈજાગ્રસ્ત થઈ ગયા.
Moskva સહિત આ નુકસાન પહોંચ્યુ હતુ
અગાઉ યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના ત્રીજા રેન્કના કેપ્ટન અને રશિયન નૌસેનાના લેન્ડિંગ શિપ સીઝર કુનિકોવના કમાન્ડર એલેક્ઝાન્ડર ચિર્વાને મારી નાખ્યા હતા.અગાઉ યુક્રેને યુદ્ધના 50 મા દિવસે રશિયન ક્રૂજર મોસ્કવાને તબાહ કરી દીધા હતા.રશિયાનુ આ યુદ્ધ જહાજ કાલા સાગરથી યુક્રેનની જમીન પર મિસાઈલનો વરસાદ કરી રહ્યા હતા.યુક્રેને કહ્યુ હતુ કે તેમના નેપ્ચૂન મિસાઈલનો ઉપયોગ કરી આ જંગી યુદ્ધ જહાજને આગના શોલામાં બદલી દીધુ.જોકે, રશિયાએ દાવો કર્યો હતો કે કિલર મિસાઈલથી લેસ આ યુદ્ધ જહાજના ગોળા-બારૂદમાં આગ લાગી ગઈ હતી.આ કારણે મોસ્કવામાં બ્લાસ્ટ થયો.આ સાથે જ યુક્રેનને કહ્યુ હતુ કે Moskva પર હાજર કમાન્ડર Anton Kuprin ની પણ હુમલામાં મોત થઈ ગયુ હતુ.
તબાહી પર યુએનએ આ કહ્યુ હતુ
બીજી તરફ રશિયાની સેનાએ યુક્રેનને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે.તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા એરી કાનેકોએ કહ્યુ હતુ કે રશિયન હુમલામાં યુક્રેનએ ભારે નુકસાન પહોંચ્યુ છે. તાજેતરમાં જ એક સેટેલાઈટ ઈમેજ જારી કરવામાં આવ્યુ છે.જેમાં કીવ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તબાહીની તસવીર જોવા મળી રહી છે.આ સાથે જ ઈરપિન 71 ટકા, હોસ્ટોમેલ 58 ટકા અને હોરેનકા શહેર નજીક 77 ટકા તબાહ થઈ ચૂક્યુ છે.
યુએન સાથે સમર્થનની આશા વ્યક્ત કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ આશા વ્યક્ત કરી છે કે 26 એપ્રિલએ રશિયન પ્રવાસ પર સંયુક્ત રાષ્ટ્ર ચીફ યુક્રેનનુ મજબૂતીથી સમર્થન કરીશ.જેલેંસ્કીએ કહ્યુ કે તેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પાસે 100 ટકા સમર્થનની આશા છે, જે 26 એપ્રિલએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે.
યુક્રેનને કેનેડાએ મોકલી મદદ
કેનેડાએ યુક્રેનને 4 હોવિત્ઝર મોકલ્યા છે.રક્ષા વિભાગના સૂત્રો અનુસાર કેનેડાએ 4 નવા M-777 હોવિત્ઝર યુક્રેનને રશિયાના હુમલાથી બચાવવામાં મદદ કરવા માટે મોકલ્યા છે.અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યુ કે કેનેડા યુક્રેનને ભારે સંખ્યામાં તોપ મોકલવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે.જે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યુ હતુ કે મિત્ર દેશોએ યુક્રેનની વાત સાંભળી.અમને હથિયાર પુરા પાડવામાં આવ્યા છે.