કીવ,29 એપ્રિલ,2022,શુક્રવાર : રશિયા અને યુક્રેનના યુધ્ધ વચ્ચે યુએન સેક્રેટરી ગુટેરેસએ પહેલ રશિયાની અને પછી યુક્રેનની મુલાકાત લીધી છે.ખુદ તેમણે ટ્વીટ કરીને મોસ્કો પછી યુક્રેન પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના બોપોડયાંકા ખાતે તેમણે લાગણીશીલ બનીને યુધ્ધમાં મારા પરીવારનો એક હિસ્સો વેખેરાઇ ગયો હોય તેવું લાગે છે.જાણે કે મારી પૌત્રીઓ દહેશતમાં ભાગી રહી છે.એટલું જ નહી યુએન સેક્રેટરીએ યુક્રેન-રશિયા યુધ્ધને 21 મી સદીનું સૌથી ફાલતું અર્થવિહોણું ગણાવ્યું હતું.
એટલું જ નહી આ યુધ્ધ જેટલું જલદી ખતમ થાય તેટલું દુનિયાના હિતમાં હોવાનું ગણાવ્યું હતું.યુએન સેક્રેટરીએ માનવીય મદદ અને યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાએ પ્રાથમિકતા છે.કીવ પરત ફર્યા પછી યુનાઇટેડ નેશનના પ્રવકતા ક્રિસ જાનોવસ્કીએ કહયું કે યુએન પ્રમુખ માટે યુક્રેનના સ્થળોની મુલાકાત ખૂબજ દુખ પહોચાડનારી અને આંચકાજનક રહી.યુધ્ધમાં સ્થાનિક લોકો સાથે જે વ્યહવાર થયો છે તેનાથી બધા પીડામાં છે.બોરડયાંક વિસ્તારના ગર્વનર સાથે પણ યુએન સેક્રેટરીએ વાત કરી હતી.હજુ પણ આ વિસ્તારમાંથી લોકો ભાગીને જઇ રહયા છે કેટલાક પરીવારો તો પોતાના નજીકના સગાની લાશોની શોધ કરી રહયા છે.