By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેન યુદ્ધ વિસ્તરવાની ભીતિને લીધે યુ.એસ. સાથી દેશોને વધુ શસ્ત્રો યુક્રેનને આપવા કહે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેન યુદ્ધ વિસ્તરવાની ભીતિને લીધે યુ.એસ. સાથી દેશોને વધુ શસ્ત્રો યુક્રેનને આપવા કહે છે
GeneralInternational

યુક્રેન યુદ્ધ વિસ્તરવાની ભીતિને લીધે યુ.એસ. સાથી દેશોને વધુ શસ્ત્રો યુક્રેનને આપવા કહે છે

HM News
Last updated: 28/04/2022 4:37 AM
HM News
3 years ago
Share
SHARE

વૉશિંગ્ટન, કીવ : યુક્રેન- યુદ્ધ વિસ્તરતું જતું હોવાથી અમેરિકાના પ્રમુખ બાયડને તો યુક્રેનમાં મોટા પાયે શસ્ત્રો મોકલવા શરૂ કરી જ દીધા છે પરંતુ તે સાથે તેમણે સાથી રાષ્ટ્રોને યુક્રનને સહાય કરવા માટે આકાશ પાતાળ એક કરવા અનુરોધ કર્યો છે. દરમિયાન રશિયન દળોએ પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં અગ્નિવર્ષા ચાલુ રાખી છે.આ સાથે ભીતિ તો તે વધી છે કે આ યુદ્ધ યુક્રેનની સરહદોની બહાર ફેલાઈ જશે.યુક્રેનની પશ્ચિમ સરહદને સ્પર્શીને રહેલા મોલ્ડોવાના વિભાજનવાદી વિસ્તાર ટ્રાન્સ વિસ્ટરમાં સતત બીજા દિવસે પણ પ્રચંડ વિસ્ફોટો થયા હતા. તે માટે કોઈએ જવાબદારી લીધી નથી પરંતુ તે રશિયાએ જ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.બીજી તરફ કીવમાં સોવિયેત સમયમાં રચાયેલું રશિયન- યુક્રેન મૈત્રીનું વિશાળ શિલ્પ તોડી પાડવા કીવના મેયરના હુકમનો અમલ થઈ ગયો છે.પોલેન્ડ અને બલ્ગેરિયાએ કહ્યું હતું કે, રશિયાએ બુધવારથી જ કુદરતી ગેસનો પુરવઠો કાપી નાખ્યો છે.કારણ કે આ બંને નાટો દેશો તે ગેસની કિંમત રૂબલમાં ચુકવવા ઇન્કાર કર્યો હતો.

એક તરફ યુક્રેનમાં ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનનો મોટા ભાગનો આકાશી વિસ્તાર યુક્રેનના જ હાથમાં છે સાથે યુક્રેન રશિયા યુદ્ધવિમાનો સામે ગજબનાક ટક્કર લઈ રહ્યું છે તેમાં તેના ભૂમિદળનું પણ મોટું પ્રદાન છે.તેઓ ગ્રાઉન્ડ ટુ એર મિસાઇલ્સનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે.દરમિયાન યુનોના મહામંત્રી એન્ટની ગુટેરેસા રશિયાના પ્રમુખ પુતિનને મંગળવારે મળ્યા હતા.આ નેતાઓ યુક્રેનમાંથી બહાર જવા માટેનો માનવતા ભર્યો કોરીડોર રચવા કરેલી ચર્ચામાં એકમત થયા હતા તેઓને તે માટે પણ સહમત થયા હતા કે અત્યારે મેરીયુપોલના એઝોવન્સ સ્ટીલ પ્લાન્ટમાં આશ્રય લઈ રહેલા નાગરિકો અને સૈનિકોને ઘેરામાંથી બહાર કાઢવા માટે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડક્રોસ અને યુનોને બંને દેશો શસ્ત્ર વિરોધ પણ જાહેર કરે.

દિલ્હી-NCRમાં તોફાન સાથે વરસાદ : લોકોમાં નવા સવાલો
સજ્જુ કોઠારી ગેંગની રાંદેરના જમીન દલાલને ધમકી : હવે તારી પાસે બે જ રસ્તા છે, તુ બે કરોડ રૂપિયા આપી દે અથવા આત્મહત્યા કરી લે
નેપાળના વડાપ્રધાને કમ્યુનિસ્ટ પાર્ટીને તોડવાની આપી ધમકી, પ્રચંડ પણ રાજીનામા મામલે ન માનવાના મૂડમાં
જલગાંવ નગરપાલિકામાંથી ભાજપની સત્તા સમાપ્ત : 27 કોર્પોરેટરોને શિવસેનાએ પક્ષપલટો કરાવીને સત્તા કબજે કરી
અમદાવાદમાં ​ભજન ગાવાની ઉંમરે લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાને અમેરિકા સાથે દુશ્મની રાખવી કોઇ પણ સ્થિતિમાં પરવડી શકે તેમ નથી ઃ શેહબાઝ
Next Article ભારત વિરૂધ્ધ અમેરિકી નિગમના રિપોર્ટ અંગે અમેરિકામાં જ ઊઠેલો વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up