યુક્રેન-રશિયાના યુદ્ધે યુરોપની ઉંઘ ઉડાડી

HM News
4 Min Read

– રશિયાના આક્રમણની સાથે સાથે

યુક્રેનના લોકો કદાચ એમ માનતા હતા કે યુધ્ધના હોકાટા-પડકારા ભલે થાય પણ યુધ્ધ નહીં થાય.જોકે બુધવારની રાતથીજ હુમલા શરૂ થઇ ગયા હતા અને ગુરૂવારની વહેલી સવારથીજ ધડાકા સંભળાવા લાગ્યા હતા.આ ધડાકા સાથેજ માત્ર યુક્રેન નહીં પણ આખા યુરોપની શાંતિ છિન્ન-ભિન્ન થઇ ગઇ હતી.શિસ્ત અને શાંતિમાં માનતા યુરોપના લોકો માટે યુદ્ધએ મહા આફત સમાન બની ગયું છે. યુક્રેનના લોકો જેને કોલ્ડ વોર સમજતા હતા તે બધાજ બોંબ ધડાકાઓ સાંભળીને ધૂ્રજી ગયા હતા. હતા.

ધૂંઆધાર યુધ્ધ

કોલ્ડ વોરમાં સામસામી આક્ષેપ બાજી થાય તેમાં કોઇને વાંધો ના હોય એ સ્વભાવિક છે .ટોચના લોકો આક્ષેપબાજીમાં વ્યસ્ત હતા પરંતુ લોકો એમ માનતા હતા કે રશિયા યુધ્ધ નહીં કરે અને અલ્ટીમેટમ આપીને અટકી જશે પરંતુ આખા વિશ્વના આશ્ચર્ય વચ્ચે રશિયાએ તોપમારો શરૂ કર્યો હતો.શરૂઆતમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે રહેઠાણવાળા વિસ્તારોમાં રશિયા બોંબ નહીં ઝીંકે પરંતુ યુધ્ધમાં કોઇની શરમ ભરાતી નથી.

પુતિનની દાદાગીરી

પુતીન અને બાઇડન વચ્ચેની વોરમાં નાના દેશોને પણ અસર થવાની છે.વિશ્વના અનેક દેશોએ રશિયાના હુમલાને વખોડી કાડયો છે પરંતુ કોઇ પુટીનની સામે આંખમાં આખ મિલાવીને વાત કરી શકે એમ નથી તે તો ઠીક પણ પુતીને જાહેરમાં કહ્યું છે કે કોઇ પણ દેશ વચ્ચે પડશે તો યાદ રહે કે મારી પાસે અણુ શક્તિ છે.ટૂંકમાં અણુ બોંબની સીધીજ ઘમકી આપી હતી.

સાયરોનોના અવાજ

યુક્રેનની કેપિટલ સાયરનોના અવાજથી ગાજી ઉઠી હતી. રેલ્વે સ્ટેશન અને રોડ પર લોકો બચવા માટે અહીં તહીં છુપાવવા દોડતા જોવા મળતા હતા.બોંબ હુમલાથી બચવા યુક્રેન બંકરો બનાવ્યા હતા પણ લોકોને તેની ખબર નહોતી એમ દેખાઇ આવતું હતું.યુક્રેન વળતો પ્રહાર કરશે એમ લાગતું હતું પરંતુ જે રીતદે રશિયન લશ્કર શહેરાંમાં ઘૂસી ગયું તે જોતાં એમ કહી શકાય કે યુક્રેને બચાવ માટે બહુ જોર લગાવ્યું નહોતું.

રશિયાને યુધ્ધની ફાવટ

યુક્રેન રશિયા આગળ યુદ્ધમાં વામળું લાગે છે જ્યારે રશિયાને યુધ્ધ મોરચે ફાવટ છે.૧૪ વર્ષમાં રશિયા આ ત્રીજું યુદ્ધ લડી રહ્યું છે.અહીં નોંધનીય છે કે તમામ યુદ્ધમાં રશિયાએ હુમલો કર્યો છે.રશિયા પર કોઇએ હુમલો નથી કર્યો.૨૦૦૮માં જોર્જીયા અને ૨૦૧૪માં યુક્રેન પર હુમલો કર્યો હતો.આં બંને એક સમયે સોવિયત સંધના ભાગીદારો હતા.૨૦૧૪માં રશિયાએ યુદ્ધ લડયા વગરજ દમ મારીને યુક્રેનને ક્રિમિયાથી અલગ કરીને પોતાની સાથે સામેલ કરી દીધું હતું.

રોઝ રિવોલ્યુશન

જોર્જીયા એક સમયે નાટોની જાળમાં ફસાઇ રહ્યું હતું.નાટો એટલે અમેરિકાના વડપણ હેઠળનું સંગઠન.આ સંગઠન હેઠળ અમેરિકા યુરોપ પર આધિપત્ય જમાવવા માંંગતું હતું જે પુટીનને પસંદ નહોતું. નવેમ્બર ૨૦૦૩માં ચૂંટણીઓમાં થયેલી ગેરરીતીના આક્ષેપોના પગલે શરૂ થયેલા આંદોલનને રોઝ રિવોલ્યુશન નામ અપાયું હતું. ૨૦ દિવસના આંદોલન પછી ત્યાંના પ્રમુખે રાજીનામું આપવું પડયું હતું.નવા પ્રમુખ અમેરિકા તરફી હોવાથી નાટોને ચાન્સ મળે એમ હતું પરંતુ પુટીને બાજી ઉંધી વાળી હતી.

લજામણીના છોડ જેવું શેર બજાર

રશિયા અને યુક્રેન વચ્ચેની વોરનો સંકેત બે દિવસપહેલાંજ બારચતના શેર બજારને આવી ગયો હતો.બે દિવસમાં ભારતનું શેરબજાર ૨૨૦૦ પોઇન્ટ તૂટયું હતું.ભારતનું બજાર લજામણીના છોડ જેવું છે.વૈશ્વિક ધટનાઓની અસર તેના પર સીધીજ પડતી હોય છે.જ્યારથી કોલ્ડ વોર સખ્ત્ત બની ત્યારતી બજારો ડામાડોળ હતા. વૈશ્વિક બજારો પણ નબલાં પડી ગયા હતા.

સમગ્ર યુરોપ પર હુમલો

યુક્રેનના પ્રમુખ કહે છે કે અમે ળલતો હુમલો કરીશું પરંતુ તે રશિયાના લશ્કરને પ્રવેશતું રોકી શક્યા નહોતા.પ્રમુખના સલાહકારે ટ્વિટ કર્યું હતું કે સમગ્ર યરોપ પરનો હુમલો છે.જેના કારમે આધુનિક વિશ્વની શાતિ હણાઇ ગઇ છે.

રશિયાની નજીક ઇમર્જન્સી

રશિયાની નજીક આવેલા સાથી દેશો બેલારસ અને રશિયા એન્કલેવે પણ સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી છે.પુટીને પણ ટીવી પર કહ્યું હતું કે અઠવાડીયા પછી બહુ વિચારીને મેં હુમલો કર્યો છે.જેનો મુખ્ય આશય યુક્રેનને નાટોમાં જતું અટકાવવાનો અને સિક્યોરિટી પુરી પાડવાનો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *