મેડ્રીડ,27 એપ્રિલ,2022,બુધવાર : સંયુકત રાષ્ટ્રસંઘનું પ્રવાસન સંગઠન જે દુનિયામાં પ્રવાસન અને સંસ્કૃતિઓ એક બીજાની નજીક આવે તે માટે કામ કરે છે.યુક્રેન યુધ્ધ પછી રશિયા માટે ઘણું બદલાઇ ગયું છે.યુએનમાં યુએનડબ્લ્યુટીઓ તરીકે ઓળખાતા આ પ્રવાસન સંગઠનમાંથી રશિયાની હકાલપટ્ટી કરવા માટે બોલાવવામાં આવેલી સામાન્ય સભા પહેલા જ રશિયાએ તેનું સભ્યપદ જાતે જ છોડી દીધું છે.યુએનડબ્લ્યુટીઓ સંગઠનનો હેતું શાંતિ અને પર્યટનને વેગ આપવાનો તથા માનવ અધિકારોનો આદર કરવાનો છે.આ સંગઠનની સ્થાપના 1975માં મેડ્રીડમાં થઇ હતી. વિશ્વ પ્રવાસ સંગઠનનું અનુમાન છે કે રશિયા અને યુક્રેનના યુધ્ધના પગલે આ વર્ષ પ્રવાસન આવકને 14 અબજ ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. આનાથી દરિયાકાંઠાના પ્રવાસન ટાપુના ગરીબોના જીવન પર વિપરીત અસર થશે.યુએનના વિશ્વ પર્યટન સંગઠને આ નિર્ણય રશિયાએ યુક્રેન પર કરેલા એકતરફી આક્રમણના વિરોધમાં લીધો છે.યુએનડબ્લ્યુટીઓ તરીકે ઓળખાતા સંગઠને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે રશિયાએ જાતે જ પોતાનો નિર્ણય લઇ લીધો છે તેનો તરત જ અમલ કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર યુએનડબ્લ્યુટીઓએ રશિયાની હકાલપટ્ટી કરવાનું ઘણા સમયથી વિચારતું હતું.આ સંગઠનમાં 159 દેશો સભ્ય છે. તેની બે દિવસીય સાધારણ સભા મેડ્રીડમાં ચાલી રહી છે.પ્રથમ વાર જ કોઇ સભ્ય દેશને બહાર કાઢવા માટે આ સભા ભરવામાં આવી હતી.