– લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોને નેવે મુકી રહ્યા છેઃ સરકાર ચિંતામાં: નાગરિકોના કરતૂતોથી સરકારની મહેનત પર પાણી ફરી વળી રહ્યુ છે.
– ગાર્ડ મુકવા પડયા
લંડન, તા. ૧૬ : વિશ્વમાં કોરોના વાયરસની મહામારી પાછલા અનેક દાયકાઓની સૌથી મોટી બિમારી બની છે.આ વાયરસના પ્રકોપથી બચવા માટે અનેક દેશોએ સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કરેલ છે અને સોશ્યલ ડીસ્ટન્સીંગના આકરા નિયમો લાગુ કર્યા છે.જો કે યુગાન્ડામાં એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.યુગાન્ડાના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો કર્યો છે કે સરકારી કોરન્ટાઈનમાં રહેલા તમામ લોકોએ એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવવાનું શરૂ કરી દીધેલ છે.યુગાન્ડામાં સ્વાસ્થ્ય મંત્રાલયના સ્થાયી સચિવ ડીયાના અટ્ટવીનેએ રેડીયો-૧માં જણાવ્યુ હતુ કે,અમને સૌથી એ બાબતની ચિંતા છે કે આનાથી કોરોના વાયરસની મહામારીને રોકવાના પ્રયાસો પર પાણી ફરી જશે.તેમણે કહ્યુ હતુ કે,લોકો કોરન્ટાઈન સેન્ટર પર મળી રહેલા લોકો સાથે સંબંધ બનાવવા માટે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ રહ્યા છે.આનાથી કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય જશે.
અટ્ટવીનેએ કહ્યુ હતુ કે યુગાન્ડાના નાગરીક કોરોના વાયરસના ખતરાને લઈને ગંભીર નથી.કોરન્ટાઈનમા રહેલા લોકો સેકસ્યુઅલ અફેર ચલાવી રહ્યા છે. અમે તેઓને જ્યાં કોરન્ટાઈનમાં રાખ્યા છે ત્યાં તેઓ સંબંધ બાંધી રહ્યા છે.અજાણ્યા લોકો સાથે અફેર ઉપરાંત કેટલાક લોકો પોતાના મિત્રો અને સાથીઓને મળવા માટે હોટલમાં આમતેમ ચક્કર લગાવી રહ્યા છે જે ઘણુ ખતરનાક છે.આનાથી અમારી તમામ મહેનતને ઝાટકો લાગશે.અટ્ટવીને કહ્યુ હતુ કે આ જ કારણે ૧૪ દિવસ પુરા થયા છતા અનેક લોકોને કોરન્ટાઈનમાં જ રાખવામાં આવ્યા છે.હવે લોકોને આવુ બધુ કરતા રોકવા કોરન્ટાઈન સેન્ટર પર સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે.માર્ચમાં અહીં કુલ ૧૭ જગ્યાએ કોરન્ટાઈન સેન્ટર બનાવાયા છે કે જેથી કેસ ઘટે.મંત્રાલયે કહ્યુ છે કે કમ્પાલા અને અનતેબેમા ૧૭ સેન્ટર બનાવાયા છે જ્યાં સામાજિક દરજ્જો જોયા વિના બધાની સુરક્ષા સુનિશ્ચિત થશે.હોટલ,હોસ્પીટલ,લોજ અને યુનિ.માં બનાવવામાં આવેલા આઈસોલેશન સેન્ટરમાં ૨૩૨થી વધુ લોકોને કોરન્ટાઈન કરાયા છે.યુગાન્ડામાં હાલ કોરોનાના ૫૪ કેસ છે અને ૭ લોકો રીકવર થયા છે.હજુ સુધી કોઈના મોત નથી થયા.