મુંબઈ : દેશની તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં આસિ.પ્રોફેસર પદ માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ(નેટ)પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.તેને પગલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ડિસેમ્બર ૨૦૨૧ અને જૂન ૨૦૨૨ના ચક્રની તારીખો જાહેર કરી છે.તે મુજબ આ પરીક્ષા જુલાઈ-ઑગસ્ટમાં થશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં વર્ષમાં બે વાર યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવે છે.પરંતુ ગત બે વર્ષથી કોરોનાના પ્રભાવને કારણે એનટીએ બે-બે સત્રની પરીક્ષા સાથે લઈ રહી છે.આથી ગત ડિસેમ્બર ૨૦૨૧ અને જૂન ૨૦૨૨ની પરીક્ષા જુલાઈ-ઑગસ્ટ મહિનામાં સાથે લેવામાં આવનાર છે.તે મુજબ આઠમી,નવમી અને ૧૧ અને ૧૨ જુલાઈ તેમજ ૧૨ થી ૧૪ ઑગસ્ટ દરમ્યાન આ પરીક્ષા લેવામાં આવશે,એવું એનટીએએ જણાવ્યું છે.


