મુંબઈ : રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ડીહાઈડ્રેટેડ સફેદ કાંદાની નિકાસને ફટકો પડવાની શકયતા જોવાઈ રહી છે.વર્તમાન વર્ષમાં ડીહાઈડ્રેટેડ અથવા સુકા કાંદાની નિકાસમાં વીસ ટકા ઘટાડો થશે.દેશમાં આ કાંદાનું ૮૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે.ભારત ખાતેથી ડીહાઈડ્રેટેડ સફેદ કાંદાની મોટાભાગની નિકાસ યુરોપના દેશોમાં થાય છે.એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ એજન્સી(અપેડા)ના ડેટા પ્રમાણે,નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ભારત ખાતેથી રૂપિયા ૧૦૦૦ કરોડના મૂલ્યના અંદાજે ૭૫૦૦૦ ટન્સ સુકા કાંદા નિકાસ થયા હતા.અનેક પ્રતિકૂળ પરિબળોને કારણે વર્તમાન વર્ષમાં ૧૪,૦૦૦થી ૧૫,૦૦૦ ટન્સ અથવા વીસ ટકા ઓછી નિકાસ થવાની ગણતરી મુકાઈ રહી છે.ભારત ખાતેથી રશિયા અને યુક્રેનમાં છેલ્લા કેટલાક મહિનાથીનિકાસ સાવજ અટકી પડી છે.ભારતના સુકા કાંદાની નિકાસમાં આ દેશોનો હિસ્સો વીસ ટકા જેટલો છે.જ્યારે ૬૦ ટકા યુરોપના અન્ય દેશોમાં થાય છે.યુદ્ધ ઉપરાંત ભારતના કાંદા વિશ્વ બજારમાં ઈજિપ્તના કાંદાની સરખામણીએ મોંઘા પડી રહ્યા છે,એમ અપેડાના સુત્રોએ જણાવ્યું હતું.


