વોશિંગ્ટન, તા.18 જુન 2020, ગુરૂવાર
લદ્દાખ મોરચા પર ભારત અને ચીનની સેનાના હજારો સૈનિકો આમને સામને છે.બંને દેશોએ સરહદ પર સૈનિકો અને હથિયારોનો જોરદાર જમાવડો કરી દીધો છે.આ પ્રકારના સંજોગો વચ્ચે અમેરિકાની પ્રતિષ્ઠિત થીન્ક ટેન્ક ગણાતા હાર્વર્ડ કેનેડી સ્કૂલના વેલફેર સેન્ટર ફોર સાયન્સ એન્ડઈન્ટરનેશનલ અફેર્સના નિષ્ણાતોનુ માનવુ છે કે,યુધ્ધ જેવી સ્થિતિમાં ઉત્તરી સીમા પર ભારત ચીનને ભારે પડી શકે છે.
રિપોર્ટમાં નિષ્ણાતોએ કહ્યુ છે કે, ચીનની રણનીતિક શક્તિઓ હાલમાં વીખરાયેલી છે.સૈનિકોને સરહદ સુધી લાવવા લઈ જવા ચીન માટે આસાન નહી હોય.તિબબ્ત અને શિનજિયાંગ પ્રાંતમાં વિરોધને દબાવવા માટે ચીનની સેનાનો એક મોટો હિસ્સો વ્યસ્ત રહી શકે છે.એટલે સુધી કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમથી પાર પાડવાનુ કામ ચીન માટે આસાન નહી હોય.
છેલ્લે 1979માં ચીનની સેના જંગ વિયેટનામ સામે જંગ લડી હતી અને તેમાં તેની કારમી હાર થઈ હતી.એટલે જ ચીનને ઘણી વખત કાગળનો વાઘ કહેવાય છે.કાગળ પર ચીનની સેના મજબૂત નજર આવે છે પણ મુશ્કેર સ્થિતિમાં તે પડકાર ઝીલવા સક્ષમ છે કે કેમ તે એક સવાલ છે.

