આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ સહીત દાદરાનગર હવેલીના સિલ્વાસાની પણ તમામ 32 લિકર શોપને ખોલવાની મંજૂરી પ્રશાશક પ્રફુલ પટેલ દ્વારા આપી દેવાય છે.તમામ કેન્દ્રશાસિત પ્રેદેશોમાં લિકરની ઈન્ક્મ પર જ સરકારને એક્સસાઈઝ વિભાગ થકી જ અવાક થતી હોવાના કારણે અન્ય રાજ્યોમાં જેમ લિકર શોપ ખોલી દેવામાં આવી એમ આ પ્રદેશમાં પણ આખરે 40 દિવસના લોકડાઉન બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.પર્યટન સ્થળ તરીકે વિક્સિત દમણ દીવ અને દાદરા નગરમાં હોટેલ અને બાર રેસ્ટોરન્ટ ને મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે હોટેલ ઈન્ડસ્ટ્રીને મોટું નુકશાન થવા પામ્યું છે.અત્રે નોંધનીય છે કે દમણ દીવના હોટેલો સાથે સંકડાયેલાં હજારો કારીગરો બેરોજગાર થયા છે અને દમણ સંપૂર્ણપણે ગ્રીન ઝોનમાં છે જ્યાં એકપણ કોરોનાનો કેશ નોંધાયો નથી જેથી સ્થાનિકોમાં માંગણી ઉઠી રહી છે કે સ્થાનિક પ્રજાજનો હોટેલમાં ખાણીપીણી માટે જઈ શકે તે માટે પણ હોટલો અને બાર રેસ્ટોરન્ટ ખોલી દેવા જોઈએ છેલ્લા 40 દિવસમાં લિકરની અવાક બંધ થતા અને દમણ દીવની હોટલોને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે ત્યારે લોકોમાં માંગણી ઉઠી રહી છે કે દમણ દીવ અને સિલ્વાસાની તમામ હોટલો પણ ખોલી દેવી જોઈએ જેથી ઇન્ડસ્ટ્રીને વધારે નુક્શાનમાંથી બચાવી શકાય.