યુનો : યુનોના મહામંત્રી એન્ટેનિયો ગુટેરેસે, પુતિન તેમજ ઝેલેન્સ્કીને લખ્યું છે કે, તેઓએ તેમને મોસ્કો અને કીવમાં આવકારવા જોઈએ.તેઓ બંને પાટનગરોની મુલાકાત લેવા માંગે છે.આ માહિતી આપતાં ગુટેરસના પ્રવક્તાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, મહામંત્રીએ બે જુદા જુદા પત્રો યુનો સ્થિત રશિયા ફેડરેશન અને યુક્રેનના સ્થાયી દૂતાવાસોને આ અંગેના પત્રો આપ્યા હતા.તેઓએ આ પત્રોમાં સ્પષ્ટત: જણાવ્યું હતું કે, અત્યારના ભારે ભયાવહ અને અસામાન્ય પરિણામો લાવી શકે તેવા સમયે યુક્રેનમાં તત્કાળ શાંતિ સ્થપાય તે જોવું અનિવાર્ય છે.આ આંતરરાષ્ટ્રીય કાનુનો અને યુનોના ખતપત્રની યાદ આપતાં તેમણે કહ્યું હતું કે, તેની ઉપર જ બહુ આયામી સિદ્ધાંતનું ભવિષ્ય નિર્ભર છે.ગુટેરેસના પ્રવક્તા ડુજેરિકે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન બંને યુનોના સ્થાનિક સભ્ય છે અને યુનોના સબળ દાવેદારો પણ.તેઓ જ આટલું ન સમજે જો તેથી વધુ હતાશાજનક શું હોઈ શકે ? આથી જ ગુટેરસ બંને નેતાઓને યુદ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપવા સમજાવવા જવા માંગે છે.તે સર્વવિદિત છે કે રશિયાએ યુક્રેન ઉપર તા.૨૪મીએ આક્રમણ કર્યું તેના પરિણામે હજ્જારોના મૃત્યુ થયા છે ૫૦ લાખથી વધુ નિર્વાસિત થયા છે.