By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુપીના બાંદામાં એક સાથે ૧૫ ગાયોના મૃતદેહ મળી આવતાં હડકંપ, રિપોર્ટ બાકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુપીના બાંદામાં એક સાથે ૧૫ ગાયોના મૃતદેહ મળી આવતાં હડકંપ, રિપોર્ટ બાકી
GeneralNational

યુપીના બાંદામાં એક સાથે ૧૫ ગાયોના મૃતદેહ મળી આવતાં હડકંપ, રિપોર્ટ બાકી

HM News
Last updated: 09/06/2020 10:25 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના એક ખેતરમાંથી ૧૫ ગાયોના મૃતદેહ મળી આવ્યા છે.કેરળમાં હાથણીના અપમૃત્યુનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં બાંદામાં એક સાથે ૧૫ ગાયોનાં મોતથી ભૂકંપ આવી ગયો છે.આ બનાવની માહિતી મળતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગાયોના પાર્થિવ દેહના પોસ્ટમૉર્ટમ માટે વ્યવસ્થા કરી હતી.જો કે હજી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યો નથી.બાંદા જિલ્લા વહીવટી તંત્રે ગાયોના ખાવામાં ઝેરી ઘાસ આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.તંત્રે ગાયોના પાર્થિવ દેહને જમીનમાં દફનાવી દીધા છે.બાંદા જિલ્લાના અતરો તાલુકાના બિસંડા ગામે એક સાથે ૧૫-૧૫ ગાયોના અપમૃત્યુથી બધા જ હેરાન-પરેશાન થઈ ગયા છે.ઉપ જિલ્લાધિકારી જે.પી. યાદવે કહ્યું કે ૧૫ ગાયોનાં મોતની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચીને રાજ્યના મુખ્ય પશુ ચિકિત્સાધિકારીને બોલાવાયા,એમણે ગાયોના પાર્થિવ દેહનું પોસ્ટમૉર્ટમ કર્યું, જેનો રિપોર્ટ હજી મળ્યો નથી.

જે. પી. યાદવે કહ્યું કે પ્રથમ નજરે એવું લાગે છે કે ગાયો જે ખેતરમાં મૃત મળી આવી છે એ ત્યાં ચારો ચરવા ગઈ હતી.ડૉક્ટરો અને ગ્રામજનોના મતાનુસાર ગાયોનાં મોત ઝેરયુક્ત ઘાસચારો ખાવાથી થયા છે.જેનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળતાં જ મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે.અગાઉ ગયા વર્ષે બાંદામાં ભૂખ અને ઠંડીના લીધે તબિયત બગડતાં ૫૫ ગાયોનાં મોત થયાં હતાં.એ વખતે સરકારી ગૌશાળાના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

આણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા
પલસાણા પોલીસ સ્ટેશનના PSI સી.એમ.ગઢવીની જિલ્લા પોલીસ વડાએ અંતે બદલી કરી
દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજને ચીનની ધમકી
કોરોનાના નવા 96,551 નવા કેસ : કોરોના વાઇરસથી મગજને નુકસાન
સુરતમાં કોરોનાનો કાળો કહેર, બપોર સુધીમાં જ આવી ગયા 140 પોઝિટિવ કેસ સામે
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું, નવસારી જિલ્લાનું પરિણામ 64.72 ટકા
Next Article રાહુલના ત્રણ ખાસ વ્‍યકિતઓએ જ બગાડયો કોંગ્રેસનો ખેલ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up