નવીદિલ્હી, તા.28 : જનતા દળ યુનાઈટેડ (જદયુ)એ 2020માં યોજાનારી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થઈને એકલા લડવાનો નિર્ણય લીધો છે.જદયુની નેશનલ કમિટીમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જદયુના મુખ્ય મહાસચિવ કે.સી.ત્યાગીએ કહ્યું કે 2017માં અમે યુપીમાં ચૂંટણી લડી નહોતી જેનાથી અમને ઘણું નુકસાન થયું હતું.અમારી પાર્ક્ષીની નેશનલ કમિટીએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે યુપી બિહાર સાથે જોડાયેલું રાજ્ય છે જ્યાં અમારીસ રકારની નીતિઓનો સારો પ્રચાર-પ્રસાર થયો છે એટલા માટે અમારે એકલાએ 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી લડવી જોઈએ.મને એ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.યુપીમાં એકલા ચૂંટણી લડવાના નિર્ણયનો બિહારના રાજકીય ઘટનાક્રમ સાથે કોઈ સંબંધ નથી કેમ કે બિહારમાં બધું ઠીક છે.તેમણે દિલ્હીમાં થયેલી ટ્રેક્ટર રેલી હિંસાને લઈને કહ્યું કે એ ઘટના નિંદનીય છે.આ ગાંધીજીના સત્યાગ્રહના સિદ્ધાંતથી તદ્દન વિપરિત છે.


